કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ બન્યું દેશનું પ્રથમ રાજ્ય

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કૃષિ પેદાશ અને પશુધન કરાર ખેતી અને સેવાઓ (પ્રમોશન અને સગવડતા) અધિનિયમને મંજૂરી આપતા કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ દેશનું પહેલું રાજ્ય બન્યું છે. રાજ્ય સરકારે સત્તાવાર રજૂઆતમાં જણાવ્યું હતું કે વધારે ઉત્પાદન અથવા બજાર ભાવમાં વધઘટ સમયે કાયદો ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે. ખેડૂતોને પૂર્વ નિર્ધારિત ભાવે ચુકવણી કરવામાં આવશે, જે ખરીદદારો સાથે કરાર કરતી વખતે નક્કી કરવામાં આવી હતી.

READ  લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ફાઈનલ કર્યા 250 નામ, અડવાણીની ટિકીટ કપાય તેવી શકયતા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આવા કરાર એગ્રી માર્કેટિંગ અને એગ્રી બિઝનેસ વિભાગના નિયુક્ત અધિકારીઓ પાસે નોંધણી કરાવવી પડશે. તમિલનાડુ રાજ્ય કોન્ટ્રેક્ટ ફાર્મિંગ અને સેવાઓ (પ્રમોશન અને સુવિધા) ઓથોરિટી તરીકે ઓળખાતી છ સભ્યોની એક સંસ્થાની રચના કરવામાં આવશે. આ કાયદાના યોગ્ય અમલની ખાતરી થાય અને કરારની ખેતીના પ્રમોશન અને ઉત્તમ કામગીરી માટે રાજ્ય સરકારને સૂચનો આપવામાં આવે.

READ  કાશ્મીર મુદ્દે પાકિસ્તાની સમર્થકોનું હિંસક પ્રદર્શન, લંડનમાં ભારતીય હાઈ-કમિશનની બારીના કાચ ફોડ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાળકોના માતા-પિતા રહો સાવધાન! વોટરપાર્કમાં ડૂબવાથી બાળકનું થયું મોત

કાયદાના ભાગ રૂપે ઇનપુટ્સ, ફીડ અને ઘાસચારો, ટેકનોલોજી દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતામાં સુધારો કરવા માટે ખેડૂતોને ખરીદદારોનો ટેકો મળી શકશે. જો કે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા પ્રતિબંધિત કોઈ પણ પેદાશો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ હેઠળ આવરી લેવામાં આવશે નહીં. તમિલનાડુના મુખ્યપ્રધાન કે. પલાનીસ્વામીએ અધિકારીઓને નિયમોના અંતિમ સ્વરૂપને પૂર્ણ કરવા અને કાયદાનું વહેલી તકે અમલીકરણ કરવા સૂચના આપી હતી.

READ  મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં હાઈ-રાઈઝ ઈમારતમાં ભિષણ આગની ઘટના


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments