મોબાઈલ ખરીદો અને ડૂંગળી મફ્તમાં મેળવો, મોંઘવારીમાં અનોખી ઓફર સાથે દુકાનદાર કરી રહ્યો છે વેપાર

tamilnadu mobile shop gives 1 kg onion free on purchasing a smartphone mobile kharido ane dungali mafat ma medvo mongvari ma anokhi offer sathe dukandar kari rahyo che vepar

ડૂંગળીના વધતા જતાં ભાવથી દેશભરમાં હાહાકાર મચ્યો છે. કોઈ જગ્યાએ ડૂંગળીની ચોકીદારી કરવામાં આવી રહી છે તો કોઈ જગ્યાએ હેલ્મેટ પહેરીને ડૂંગળી વેચવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ડૂંગળીના ભાવને લઈ જોક્સ અને મેમ્સ વાઈરલ થઈ રહ્યા છે. ત્યારે મોબાઈલ ખરીદવા પર ડૂંગળી મફ્તમાં મેળવવાની અનોખી ઓફર માર્કેટમાં આવી ચૂકી છે.

Buy smartphone get onion free, मोबाइल खरीदो और प्याज फ्री पाओ, दुकान ने ग्राहकों को लुभाने के लिए पेश किया अनोखा ऑफर

તમિલનાડુના તંજાવુર જિલ્લામાં પટ્ટ્ટુકોટ્ટે તલાયરી સ્ટ્રીટ સ્થિત STR મોબાઈલ સેલ્સ એન્ડ સર્વિસ સેન્ટરમાં સ્માર્ટફોન ખરીદવા પર એક કિલો ડૂંગળી મફ્તમાં આપવામાં આવી રહી છે. ડુંગળીના મોંઘા ભાવથી છૂટકારો મેળવવા અને દુકાનનું વેચાણ વધારવા માટે દુકાનના માલિકે આ અનોખી ઓફર આપી છે. આ ઓફરના કારણે આ મોબાઈલ સ્ટોર ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ડુંગળીએ રડાવ્યા! જાણો હવે ડુંગળી કેમ રડાવી રહી છે ગુજરાતના ખેડૂતોને, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દુકાનના માલિક સરવણન કુમારે જણાવ્યું કે તમિલનાડુમાં ડૂંગળી 160 રૂપિયે કિલો સુધી વેચાઈ રહી છે. મોબાઈલની સાથે મફ્ત ડૂંગળી આપવાની ઓફરની શરૂઆત સારી રહી છે. પ્રચાર કર્યા પછી ગ્રાહકો દુકાન પર આવવા લાગ્યા છે. આ ઓફરને લઈ લોકોમાં ખુબ ઉત્સુક્તા છે.

READ  NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

Buy smartphone get onion free, मोबाइल खरीदो और प्याज फ्री पाओ, दुकान ने ग्राहकों को लुभाने के लिए पेश किया अनोखा ऑफर

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દુકાનના માલિકનું કહેવું છે કે પહેલા દિવસભરમાં 1 અથવા 2 મોબાઈલ વેચાતા હતા પણ હવે લાંબી લાઈનો લાગી છે. સ્થાનિક લોકો સિવાય આજૂબાજુના લોકો પણ ઓફરનો લાભ લેવા માટે પહોંચી રહ્યા છે.

 

Oops, something went wrong.
FB Comments