ડૉન દાઉદ ઇબ્રાહીમની જગ્યાએ આ નવા ડૉનથી ડરી રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા સ્ટાર્સ : શાહરુખ, રજની, કમલ જેવાને લગાવી ચુક્યો છે અબજો રૂપિયાનો ચૂનો, પોલીસને છે તલાશ

એક સમય હતો કે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંધારી આલમથી ગભરાતી હતી, પરંતુ આજે તો ડૉન દાઉદ ઇબ્રાહીમથી મોટો ડૉન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ત્રાસ આપી રહ્યો છે. શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમારથી લઈ રજનીકાં, કમલ હસન, અજિત જેવા સુપર સ્ટાર્સ પણ આ નવા ડૉનથી ગભરાય છે.

આ તરખાટ મચાવ્પાયો છે યરેસી વેબસાઇટ Tamilrockersએ. આ વેબસાઇટ નવી-નવી ફિલ્મોને લીક કરવા માટે કુખ્યાત છે અને તેણે વધુ એક ફિલ્મ The Accidental Prime Minister (TAPM) ઑનલાઇન લીક કરી દિધી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં Tamilrockersનો તરખાટ ચાલુ છે અને તે કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યું છે. Petta અને viswasam બાદ Tamilrockersનું લેટેસ્ટ ટાર્ગેટ અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર બની છે.

આ પહેલા Tamilrockersએ રજનીકાંતની ફિલ્મ પેટ્ટા અને થાલા અજિતની વિસ્વાસમ લીક કરી હતી. ત્યાર બાદ Tamilrockersએ તેલુગુ સુપરસ્ટાર રામ ચરણની લેટેસ્ટ ફિલ્મ Vinaya Vidheya Ramaને પણ લીક કરી હતી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

Tamilrockers દ્વારા લીક કરાયા બાદ ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટરની કૉપી નાના-નાના ભાગોમાં સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર પણ વાયરલ થઈ રહી છે.

આ ફિલ્મોના લીક પાછળ પણ Tamilrockers

ભારતમાં દરેક ભાષાની ફિલ્મોની ડિમાંડ છે. તાજેતરમાં Tamilrockersએ શાહરુખ ખાનની ફિલ્મ ઝીરો, રણવીર સિંહ-સારા અલી ખાનની સિમ્બા, રજનીકાંત-અક્ષય કુમારની 2.0, રજનીકાંતની કાલ, આમિર ખાન-અમિતાભ બચ્ચનની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન, સુપરસ્ટાર યશની કેજીએફ : ચૅપ્ટર 1, થલાપતિ વિજયની સરકાર, ધનુષની મારી 2, મોહનલાલની ઓડિયાન, હૉલીવુડ ફિલ્મ એક્વામૅન પણ લીક કરી હતી.

આ પણ વાંચો : બુબા-બબુઆએ રાંધી લીધી રાજકીય ખિચડી, હાથનો છોડ્યો હાથ, બાકીનાને આપ્યું ચિલ્લર !

Tamilrockersએ લીક કરી હતી એચડી પ્રિંટ

Tamilrockersએ આ ફિલ્મોની એચડી પ્રિંટ લીક કરી દિધી હતી. આ ઉપરાંત ફિલ્મોને ફ્રીમાં પણ ડાઉનલોડ કરવાનો દાવો કર્યો હતો. બીજી બાજુ લીકથી ત્રાસેલા મેકર્સે ફૅન્સને અપીલ કરી હતી કે પાયરેટેડ લિંકને રિપોર્ટ કરી ફિલ્મો થિયેટરોમાં જ જોવા માટે જાઓ.

આ પણ વાંચો :

આવી વેબસાઇટ્સ પર નિયંત્રણ મુશ્કેલ

વારંવાર યૂઆરએલ બ્લૉક કરવા છતાં Tamilrockers પ્રૉક્સી યૂઆરએલના સહારે ફરીથી ઑનલાઇન થઈ જાય છે. એવામાં Tamilrockers પર સંપૂર્ણ નિયંત્રણ લગાવવું અત્યંત મુશ્કેલ છે.

આ પણ વાંચો : વિદેશમાં પિકનિક, પ્રવાસ, ફરવાનો કે હનીમૂનનો પ્લાન છે ? તો આ ખબર છે આપના કામની

કેમ પકડતી નથી Tamilrockers ?

સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે Tamilrockersને કોઈ એક વ્યક્તિ કે સંસ્થા નથી ચલાવતા. તેને ઘણા લોકો ચલાવે છે કે જેઓ એક-બીજાથી એકદમ અજાણ હોઈ શકે છે, કદાચ તેઓ વિદેશમાં પણ કામ કરતા હોય. ઘણી વખત ખુલાસો થયો છે કે આ વેબસાઇટ્સ રશિયા, યુક્રેન કે એવા દેશોના પ્રૉક્સી સર્વર પર હોસ્ટેડ હતી કે જ્યાં કાયદાકીય કાર્યવાહી કરી શકાતી નથી.

આ પણ વાંચો : એક હિન્દુ મહિલા વગાડશે અમેરિકામાં ડંકો, આઝાદ અમેરિકાના 243 વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર કોઈ હિન્દુ બની શકે છે રાષ્ટ્રપતિ

શું છે Tamilrockers ?

Tamilrockers એક ગેરકાયદે, ફિલ્મ પાયરેસી વેબસાઇટ છે કે જે મોટી-મોટી ફિલ્મો ઑનલાઇન લીક કરી દે છે. Tamilrockers પ્રથમ તો ફિલ્મ લીક કરવાની ધમકી આપે છે, પછી રિલીઝના દિવસે જ ફિલ્મ લીક કરી ઑનલાઇન અપલોડ કરે છે.

આ પણ વાંચો : 12 જાન્યુઆરીનું રાશિ ફળ : કોના પર મહેરબાન રહેશે સિતારાઓ અને કોણ બનશે માનસિક અશાંતિનો ભોગ ? જાણો શું કહે છે ટૅરો કાર્ડ ?

હજારો વેબસાઇટ્સ કરાઈ હતી બ્લૉક

મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ ઇંટરનેટ સર્વિસ પ્રોવાઇડરોએ 12,000થી વધુ વેબસાઇટ્સ બ્લૉક કરી હતી કે જેથી ઑનલાઇન પાયરેલીનો ધંધો રોકી શકાય, પરંતુ આટલા મોટા પગલા છતાં Tamilrockers, Fmovies, moviescouch.pro જેવી પાયરેસી વેબસાઇટ્સ પોતાનું યૂઆરએલ બદલી-બદલીીને ફિલ્મો લીક કરી રહી છે. Tamilrockers અને એવી જ અન્ય પાયરેસી વેબસાઇ્સ વિરુદ્ધ ફિલ્મ નિર્માતાઓ તથા એક્ટિવિસ્ટો સતત વિરોધ કરતા રહ્યાં છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પરિણામ હાસલ થઈ શક્યાં નથી.

[yop_poll id=572]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories Of Gujarat : 20-05-2019- Tv9

FB Comments

TV9 Web Desk7

Read Previous

જન્મતાં જ બાળકનું ‘રડવું’ જરૂરી છે, ના રડવાવાળા બાળકને જાણીજોઈને ડૉક્ટર Bum પર ટપલી મારીને રડાવે છે, પણ કેમ?

Read Next

ઓસ્ટ્રેલિયા સામેની જીતની ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં આવી રીતે કરી ઉજવણી

WhatsApp chat