બિહારમાં સામે આવ્યો વિચિત્ર કિસ્સો : આ તાંત્રિક પોતાના એન્જિનિયર પુત્રની આપવા માંગે છે બલિ, આખરે કેમ ? તાંત્રિકની શોધમાં લાગ્યું તંત્ર : જુઓ VIDEO

બિહારમાં બેગૂસરાય જિલ્લામાંથી એક વિચિત્ર ખબર સામે આવી છે. એક તાંત્રિકે તંત્ર પાસે એવી વિચિત્ર માંગણી કરી છે કે તંત્ર ધંધે લાગી ગયું છે.

મળતી માહિતી મુજબ મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મોહનપુર પહાડપુરના રહેવાસી તાંત્રિક સુરેન્દ્ર પ્રસાદ સિંહે પોતાના દેવતાને પ્રસન્ન કરવા માટે નરબલિની પરવાનગી માંગીને સૌને ચોંકાવી દીધો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આ તાંત્રિકે દાવો કર્યો છે કે નરબલિ કોઈ ગનો નથી. સાથે જ તેણે કહ્યું છે કે તે સૌપ્રથમ પોતાના પુત્રની કુર્બાની આપશે.

READ  ચીનના વુહાન શહેરમાં ફરીથી કોરોના વાઈરસનો કાળો કેર, જાણો કેટલાં દર્દી નોંધાયા?

સુરેન્દ્ર પ્રસાદ સિંહે ગત 29 જાન્યુઆરીએ સબ ડિવીઝનલ ઑફિસર (સદર)ને એક પત્ર લખ્યો. તેણે કહ્યું કે તે એક તાંત્રિક છે. તેના પત્રનો સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો અને પત્રથી સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ છે.

એસડીઓ સંજીવ કુમાર ચૌધરીનું કહેવું છે કે આ મામલો ગંભીર છે. નરબલિ ગેરકાયદેસર છે. તેમણે કહ્યું કે તેઓ તાંત્રિક અને તેના પત્ર અંગે તપાસ કરી રહ્યા છે.

READ  ‘ભૂતપૂર્વ આતંકવાદી’ને અશોક ચક્ર !!! આ ચોંકાવનારી પણ સાચી ખબર છે, દેશ માટે આ વીરે આપેલા બલિદાનની ગાથા વાંચી આપની છાતી પણ થઈ જશે પહોળી

વીડિયોમાં તાંત્રિકે કહ્યું છે, ‘માતા કામાખ્યા દેવીએ તેને નરબલિનો આદેશ આપ્યો છે. આ કોઈ અપરાધ નથી. સૌપ્રથમ હું પોતાના એન્જિનિયર પુત્રની બલિ આપવા માંગુ છું. એવું એટલા માટે, કારણ કે તેણે મારા મંદિરને નાણાકીય સહાય આપવાનો ઇનકાર કર્યો છે. મારો પુત્ર કોઇક રાવણ જેવો છે.’

એસડીઓને લખાયેલો આ પત્ર અજ્ઞાત સંગઠન – બિંદુ મા માનવ ક્યાણ સંસ્થાના અધિકૃત લેટર હેડ પર લખાયેલો છે. સુરેન્દ્ર દાવો કરે છે કે તે આ સંગઠનનો અધ્યક્ષ છે અને આ સંગઠન સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે.

READ  VIDEO: પરિવારની છત્રછાયા ગુમાવનારી 45 દિવસની બાળકીને મળ્યા પાલક માતા-પિતા

જુઓ વીડિયો :

[yop_poll id=981]

Oops, something went wrong.
FB Comments