સમગ્ર રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ, તાપી, જામનગર, રાજકોટ અને સુરતમાં મેઘમહેર યથાવત, જુઓ VIDEO

Tapi, Rajkot, Jamnagar, Surat and Bhavnagar among other parts of state woke up to rain today
પ્રતિકાત્મક તસવીર

વાયુ વાવાઝોડાને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. તાપીના વ્યારામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યોં છે. વ્યારાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે બીજી તરફ જામનગરમાં પણ મેઘ મહેર યથાવત છે. જામનગર જિલ્લાના કાલાવાડમાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસવાનુ શરૂ થયું છે. અત્યાર સુધીમાં 3 ઈંચ વરસાદ વરસી ચુક્યોં છે અને હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યોં છે.

READ  ગરીબોને વાર્ષિક રૂ.72 હજાર બાદ રાહુલ ગાંધીનો વધુ એક વચન, જો કોંગ્રેસ સત્તામાં આવશે 'નીતિ આયોગ'નું જ વિસર્જન કરી નાખશે

આ પણ વાંચો: ગીર સોમનાથના થોરડી નજીક શાંગાવાડી નદીમાં આવ્યું પૂર, ગીર જંગલમાં વધુ વરસાદથી આવ્યું પૂર, જુઓ આ VIDEO

રાજકોટમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ઝરમર વરસાદ શરૂ થયો છે. ગઈકાલે રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ખેડુતોને વાવણીલાયક વરસાદની આશા છે. દક્ષીણ ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ યથાવત છે. આજે સવારથી સુરતમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરનાં અઠવા, અડાજણ જેવા મોટા વિસ્તારમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત થઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ભારે પવન સાથે સતત વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. મહુવા પંથકમાં વરસી રહેલા ધીમી ધારના સતત વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બની ગયા છે. આ વાવણીલાયક વરસાદ બાદ ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે.

READ  ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments