વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાની દુકાન બનશે ટુરિસ્ટ સ્પોટ, જુઓ VIDEO

સૌ કોઈ જાણે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતના વડનગરના વતની છે, જ્યાં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું છે. નાનપણમાં પીએમ મોદી પોતાના પિતાની સાથે વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે પણ સૌને જાણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વડનગર રેલવે સ્ટેશન પર આજે પણ તે ચાની દુકાન છે, જો કે તે જર્જરિત હાલતમાં છે અને તેથી જ ભારત સરકારના પ્રવાસન વિભાગે આ ચાની આ દુકાનને કાચથી ઢાંકી તેને સંરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે. આ જ ઉદ્દેશ્યથી ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદસિંહે ઐતિહાસિક નગરી એવી વડનગરની મુલાકાત લીધી હતી. પ્રવાસન વિભાગની આ પહેલને પીએમ મોદીના મિત્રો અને સ્થાનિકોએ પણ વધાવી લીધો છે.

READ  હવે, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન, FICCI સહિતની એજન્સીઓ કરશે મદદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ, હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત: સેનિટાઇઝ થાઓ, પછી પ્રવેશ કરો, સ્મીમેર હોસ્પિટલમાં ડિસઇન્ફેકશન ટનલ તૈનાત

 

FB Comments