વર્લ્ડ કપ 2019: કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની સેનામાં આ ખેલાડીના રોલને ગણાવ્યો મહત્ત્વપૂર્ણ

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ માટે ટીમ સાથે ઈંગ્લેન્ડ રવાના થતા પહેલાં જ પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડની પરિસ્થિતિને સહન કરવા કરતાં સૌથી મોટો મુદ્દો છે વર્લ્ડ કપના દબાણને સહન કરવાનો છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે 30મેથી લઈને 14 જુલાઈ સુધી વિવિધ મેચનું આયોજન કરવામા આવ્યું છે. ભારતીય ટીમ 25મેના રોજ ન્યૂઝીલેન્ડની તો 28મેના રોજ બાંગ્લાદેશની સાથે પ્રેક્ટીસ મેચ રમશે. ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકાની સામે 5 જૂનના રોજ યોજાશે.

READ  પાકિસ્તાનની એ 3 જગ્યાઓ જ્યાં ભારતીય વાયુ સેનાના વિમાનો વહેલી સવારમાં ત્રાટક્યાં અને કરી દીધી એર-સ્ટ્રાઈક

આ પણ વાંચો:  ડુંગળી નથી ખાતા તો ખાવાનું શરુ કરી દો, આ બિમારીઓથી મળશે છૂટકારો અને નહીં જવું પડે ડૉક્ટરની પાસે

 

 

વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમારી ટીમ મજબુત સ્થિતિમાં છે. અમે આઈપીએલ રમ્યા છીએ. તેમાં ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. અમે એવી આશા રાખીએ છીએ કે વર્લ્ડ કપમાં પણ ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરશે. ઈંગ્લેન્ડમાં સફેદ દડા વડે ક્રિકેટ રમવું અને ત્યાં ટેસ્ટ રમવું એ બંને વચ્ચે કોઈ જ ખાસ અંતર નથી. રવિ શાસ્ત્રીએ કહ્યું કે ટીમમાં ખાસ કરીને મહેન્દ્ર સિંહ ધોનીને રોલ મહત્ત્વનો રહેશે.

READ  UNSCમાં કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવા પર બંધ બારણે બેઠક, જાણો શું છે ચીનનું ષડયંત્ર

 

Top News Headlines From Ahmedabad : 19-09-2019 | Tv9GujaratiNews

FB Comments