ટીમ ઈન્ડીયાના પૂર્વ અને વિદેશી કોચે પોતાનું પુસ્તક વેચવા માટે ફરીથી ભારતીય ખેલાડીઓ વિશે કર્યો બકવાસ, દ.આફ્રિકાના પૈડી અપટોને ગંભીર વિશે કહી આ વાત

પૈડીએ પોતાના પુસ્તકમાં ગૌતમ ગંભીર વિશે કરેલી ટિપ્પણીઓ કોઈ પણ ભારતીય સહન કરી શકે તેવી નથી.

પૂર્વ કોચ પૈડી અપટને પોતાના એક પુસ્તકમાં ભારતના ક્રિકેટર ગૌતમ ગંભીર વિશે ટિપ્પણી કરતા વિવાદ સર્જાઈ ગયો છે. પૈડીએ પોતાના પુસ્તકમાં ગૌતમ ગંભીર વિશે કરેલી ટિપ્પણીઓ કોઈ પણ ભારતીય સહન કરી શકે તેવી નથી. ક્રિકેટનો આ પૂર્વ કોચ પૈડીએ પોતાના પુસ્તકમાં લખ્યું કે, ગૌતમ ગંભીર માનસિક રીતે અસુરક્ષિત ખેલાડી છે. પૈડીએ ‘ધ બેયરફૂટ કોચ’ નામનું પુસ્તક લખ્યું છે. જેમા તેને ક્રિકેટરો સાથે પોતાના અનુભવોનું વર્ણન કર્યું છે. ગૌતમ ગંભીર સાથેના અનુભવોનું વર્ણન કરતા કહ્યું કે મેં ગૌતમ ગંભીર સાથે કામ કર્યું છે. પરંતુ તેની સાથે કામ કરવામાં કોઈ ખાસ અનુભવ રહ્યા નથી.

READ  લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા પછી ગૌતમ ગંભીર વિશ્વ કપમાં કરશે આ કામ

પૈડે કહ્યું કે ગૌતમ ગંભીર એક સદી ફટકાર્યા પછી પણ નિરાશ દેખાતો હોય છે. અને જેથી તેને કોઈ વાતનો સંતોષ થતો નથી. પૈડીએ એવું પણ કહ્યું કે મેં જેટલા પણ ખેલાડીઓ સાથે કામ કર્યું તેમાં સૌથી ઓછા મનોબળવાળો વ્યક્તિ મને ગંભીર લાગ્યો છે. તો બીજી તરફ પૈડી પોતાનો બચાવ કરતા કહે છે કે, ભારતને 2011નો વર્લ્ડકપ જીતાડવામાં ગંભીરે પોતાનું યોગદાન આપ્યું છે.

ગૌતમ ગંભીર ભારતનો સ્ટાર ખેલાડી છે અને રહેશે

પૂર્વ કોચ પૈડીએ પુસ્તકમાં ગૌતમ ગંભીર વિશે જે ટિપ્પણ કરી છે તે કોઈપણ ભારતીય સહન કરી શકે નહીં. કારણ કે પૈડીની કોઈપણ વાતમાં દમ નથી. ગૌતમ ગંભીર ભારતનો સ્ટાર ક્રિકેટર છે. અને જો ભારતના ખેલાડીઓની માનસિકતા નબળી હોય તો પછી 2011નો વર્લ્ડ કપ ભારતના ખાતામાં આવ્યો હતો નહી. 2011ના વર્લ્ડકપમાં તેની શાનદાર બેટિંગ આજે પણ ક્રિકેટ પ્રેમિઓના મનપર છવાયેલી છે. ગંભીરની માનસિક સ્થિતિ કેવી છે અને કેવી હોવી જોઈએ તે ભારતના લોકો જાણો છે. જોવામાં આવે તો ભારતની ટીમ સાથે કામ કરવા માટે અનેક દેશના કોચને તક મળે છે. અને સારો પગાર પણ આપવામાં આવે છે. ભારતનો પગાર લીધા પછી અને તેની ટીમ સાથે કામ કર્યા બાદ ભારતના ખેલાડીઓ વિશે આવી ટિપ્પણી કરવી તે કોઈ વિદેશીનું જ કામ હોઈ શકે.

જાણો કોણ છે પૈડી અપટન

પૈડી અપટનએ સાઉથ આફ્રિકાના મૂળનો છે. તેણે ક્રિકેટમાં અનેક દેશની ટીમ સાથે કોચનું કામ કર્યું છે. સાથે તેણે ક્રિકેટ જગતમાં મનોવૈજ્ઞનિક કોચ તરીકે પણ ભારત સાથે કામ કર્યું હતું. અને પોતાના પુસ્તકમાં ખેલાડીયોના માનસિક સ્તર વિશે વાત કરી છે.

READ  કાશ્મીર મુદ્દે ભારત પાકિસ્તાનના ક્રિકેટરો આવ્યા આમને-સામને, આફ્રિદીને ગૌતમ ગંભીરે આપ્યો જડબાતોડ જવાબ
Oops, something went wrong.
FB Comments