ડીજીટલક્ષેત્રે ભારતની આ કંપનીએ Twitter અને Facebook જેવી દિગ્ગજ કંપનીઓને પણ પછાડી દીધી

ફોર્બ્સએ તાજેતરમાં જ વર્ષ 2018 માટે દુનિયાની ટોપ 100 ડિજીટલ કંપનીઓનું લિસ્ટ બાહર પાડયું હતું. આ લિસ્ટમાં ભારતની ખાલી 1 કંપની ટેક મહિન્દ્રાને જ સ્થાન મળ્યું છે.

તેની જાણકારી મહિન્દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને આપી છે. તેમને લખ્યું કે મારે સ્વીકારવું પડશે કે આ લિસ્ટમાં એક માત્ર ભારતીય કંપનીને જોઈને હું મારી ખુશીને છુપાવી શકતો નથી.

 

આનંદ મહિન્દ્રાની માલિકીની IT કંપની ટેક મહિન્દ્રાએ ફેસબુક અને ટ્વિટર જેવી મોટી કંપનીઓને પાછળ છોડીને ટોપ 30માં જગ્યા બનાવી છે. ટેક મહિન્દ્રાને આ લિસ્ટમાં 15મું સ્થાન મળ્યું છે. જ્યારે ફેસબુક આ લિસ્ટમાં 26માં સ્થાને અને ટ્વિટરને 21માં નંબરે સ્થાન મળ્યું છે. એમેઝોન, નેટફ્લિકસ અને NVIDIAને આ લિસ્ટમાં અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા સ્થાને છે.

READ  જાણો કેમ #BoycottVistara છે ચર્ચામાં

Top News Stories From Gujarat : 25-01-2020 | Tv9GujaratiNews

FB Comments