એવું તો શું થયું કે આ BEAUTIFUL અને FAMOUS ટીવી સ્ટારે કરવો પડ્યો આપઘાત ?

તેલુગુ ટીવી એક્ટ્રેસ નાગા ઝાંસીએ બુધવારે પોતાના ઘરે ગળે ફાંસો ખઈ આપઘાત કરી લીધો. તે 21 વર્ષની હતી.

કહેવાયા છે કે હૈદરાબાદમાં શ્રીનગર કૉલોની નિવાસી ઝાંસીએ પ્રેમમાં વિશ્વાસઘાત મળવાના કારણે આપઘાત કર્યો. ઝાંસી સ્ટાર મા ટીવી ચૅનલ પર આવતા પવિત્ર બંધન સહિત અનેક ટીવી સીરિયલોમાં કામ કરી ચુકી છે.

નાગા ઝાંસીના ઘરમાં તેની સાથે માત્ર તેના સગા ભાઈ દુર્ગા પ્રસાદ રહેતા હતા, પણ જે વસમયે ઝાંસીએ પંખા સાથે ગળે ફાંસો ખાધો, ત્યારે દુર્ગા પ્રસાદ બહાર ગયેલા હતાં.

READ  સુરત: 12 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકના માર મારવાના ડરથી આપઘાત કર્યો

પોલીસે નાગા ઝાંસીનો મોબાઇલ જપ્ત કરી લીધો છે અને આપઘાતની કડીઓ શોધી રહી છે. નાગા ઝાંસીના નિકટસ્થોનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી નાગા ઝાંસીનો પોતાના સંબંધી સૂર્યા સાથે અફઍર ચાલી રહ્યો હતો. તેલુગુ એક્ટ્રેસ સૂર્યા સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ તેણે ઇનકાર કરી દેતા બ્રેક-અપ થઈ ગયો. નાથી તે ડિપ્રેશનમાં આવી ગઈ અને તેણે આપઘાત કરી લીધો.

READ  VIDEO: સંતરામપુરથી ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરનો બફાટ...પ્લાસ્ટિકની જગ્યાએ ગુજરાત મુક્ત ભારત કરી દીધું

જોકે નાગા ઝાંસીના ભાઈ દુર્ગા પ્રસાદે જણાવ્યું કે ઘરના લોકોને ઝાંસીના અફૅર વિશે કોઈ માહિતી નહોતી, પણ તે છેલ્લા ઘણા દિવસોથી તણાવમાં હતી અને શૂટિંગ પર પણ નહોતી જઈ રહી.

[yop_poll id=1158]

Oops, something went wrong.
FB Comments