જો અમેરિકાએ આ પગલું ભર્યું તો ભારતના લોકોને વિઝા મળવામાં મુશ્કેલી પડી જશે!

યુનાઈટેડ સ્ટેટ્સ ભારતને ઝટકો આપી શકે છે અને વિઝાને લઈને મોટો ફેરફાર કરવાના મુડમાં છે. ભારતને યુનાઈટેડ સ્ટેટ્સે કહ્યું કે એચ-1 બી વિઝાની સંખ્યાને મર્યાદિત કરવાનું તેઓ વિચારી રહ્યાં છે. આ નિયમો એવા દેશો પર ખાસ કરીને લગાવવામાં આવશે જે દેશો વિદેશી કંપનીઓને તેમના ડેટા સબમિટ કરવાની ફરજ પાડે છે. વિવિધ સ્ત્રોતો પરથી જાણવા મળી રહ્યું છે આ ટેરિફ અને ટ્રેડ વોરના લીધે થઈ રહ્યું છે.

આ પણ વાંચો:  આ તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકાની આ કાર્યવાહીના લીધે ભારત પર મોટી અસર પડી શકે છે અને ખાસ કરીને જે લોકો વિઝા મેળવવાની આશા રાખતા હોય તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બુધવારના રોજ અમેરિકાના બે અધિકારીઓએ આ વાતનો ખૂલાસો કર્યો હતો. ભારતમાંથી અમેરિકાના એચ-1 બી વિઝાને લઈને વાત કરીએ તો 10થી 15 લોકોને આ વિઝા આપવામાં આવશે. અમેરિકા દર વર્ષે 85 હજાર લોકોને એચ-1 બી વિઝા આપે છે. આ વિઝામાંથી 70 ટકા લોકો તો ભારતના જ હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતમાં વિદેશી કંપનીઓને નિયમ પ્રમાણે ડેટા ભારતમાં જ રાખવાનો હોય છે અને તેના લીધે અમેરિકા હવે ભારતથી નારાજ થયું હોય તેવું લાગી રહ્યું છે. ભારતના ડેટાને લઈને કડક નિયમોથી કંપનીઓ નારાજ છે અને તેના લીધે અમેરિકા પર ભારત પર કોઈના કોઈ કારણે હવે લગામ કસી રહ્યું છે. અમેરિકાની એક જાણીતી કંપની માસ્ટર કાર્ડે તો ભારતના ડેટાના નિયમને ખાસ નારાજ છે અને વિરોધ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એચ-1 બી વિઝા ખાસ કરીને વિદેશી વ્યવસાયિકો માટે આપવામાં આવે છે. આમ જો અમેરિકા આ વિઝાને લઈને ભારતમાંથી જનારા લોકોની સંખ્યાને મર્યાદિત કરે તો ભારતને મોટો ફટકો પડી શકે છે. અમેરિકામાં કામ કરવાની જે રાહ જોઈ રહ્યાં છે તેમણે વધારે રાહ જોવાનો વારો આવી શકે છે.

 

Former Delhi CM Sheila Dikshit passes away| TV9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

આ તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Read Next

VIDEO: અમદાવાદના નારોલ વિસ્તારમાં મકાનમાં થયો ભેદી બ્લાસ્ટ, ઘટનામાં 2 લોકોના મોત

WhatsApp પર સમાચાર