ભારત પર ‘અફઘાની એટેક’ની યોજના બનાવી રહ્યુ છે ISI, 15 ઓગસ્ટ પહેલા આતંકી હુમલાનું એલર્ટ

ગુપ્ત એજન્સીઓએ દેશમાં આંતકી હુમલાની ચેતવણી આપી છે. સુત્રો મુજબ IBએ 15 ઓગસ્ટ પહેલા આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યુ છે. ગુપ્ત રિપોર્ટ મુજબ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના નિર્દેશ પર લશ્કર અને જૈશના આતંકી મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હુમલો કરવા માટે અફઘાનિસ્તાનના નાગરિકોનો ઉપયોગ કરવામાં આવી શકે છે. એક બીજા ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ આતંકી સંગઠન ISISના ભારતમાં હાજર રહેલા સમર્થકો દ્વારા મોટા પાયે હુમલાની યોજના બનાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં ભાજપના 99માંથી 103 ધારાસભ્ય થવા છતાં સંસદની આ એક બેઠક ગુમાવવી પડશે, કોંગ્રેસને થશે ફાયદો

સુત્રો મુજબ બકરી ઈદની નમાજ દરમિયાન હુમલો થઈ શકે છે સાથે જ 15 ઓગસ્ટ પહેલા આતંકીઓના નિશાન પર મોટી સરકારી સંસ્થાઓ છે. તે સિવાય ટ્રાન્સપોર્ટ નેટવર્ક જેવા કે રેલવે, બસ, મેટ્રો અને એરપોર્ટ પણ આંતકીઓના નિશાના પર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જમ્મૂ અને કાશ્મીર પર કેન્દ્ર સરકારના નિર્ણય પછી POKમાં લગભગ ડઝન જેટલા આતંકી કેમ્પ સક્રિય થઈ ગયા છે. ઈસ્લામાબાદે POK અને જમ્મૂ-કાશ્મીરને જોડતી સીમા પર ડઝન જેટલા આતંકી કેમ્પ સક્રીય કરી દીધા છે.

READ  ખંભાતમાં હિંસક બનેલી જૂથ અથડામણ બાદ સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી આતંકી કેમ્પોમાં છેલ્લા એક અઠવાડિયાથી ખુબ વધારે ગતિવિધીઓ જોવા મળી હતી. સુત્રો કહે છે કે LOCથી POK ક્ષેત્રના કોટલી, રાવલકોટ,બાઘ અને મુજફ્ફરાબાદમાં આતંકી કેમ્પો પ્રત્યક્ષ રૂપથી પાકિસ્તાની સેનાના સહયોગથી બીજી વખત સક્રીય થઈ ગયા છે. જેને લઈને ભારતીય સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

READ  પીએમ મોદીએ મલેશિયાના પીએમ સાથે કરી મુલાકાત, જુઓ VIDEO

[yop_poll id=”1″]

સંરક્ષણ મંત્રાલયના સુત્રોનું કહેવું છે કે આ સમયમાં ઘાટીમાં હાજર રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલે વરિષ્ઠ અધિકારીઓની સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી. બેઠકમાં IBના ડાયરેક્ટર અરવિંદ કુમાર, જમ્મૂ અને કાશ્મીરના DGP દિલબાગ સિંહ અને સેનાના અધિકારીઓ હાજર રહ્યા હતા. NSAએ જમ્મૂ અને કાશ્મીર પર સરકારના સાહસિક નિર્ણયો પછી સુરક્ષા રણનીતિ તથા સીમા પર આતંકીઓના જોખમ પર ચર્ચા કરી.

 

Oops, something went wrong.
FB Comments