વડોદરાથી ઝડપાયેલાં આતંકીએ પોલીસ પૂછપરછમાં કર્યા મોટા ખૂલાસાઓ, જાણો વિગત

Terrorist caught from Vadodara yesterday, makes big revelations | Tv9GujaratiNews
યુનુસ ગાઝી | અમદાવાદ,  તામિલનાડુ ISIS  ગ્રુપના બે ફરાર આતંકીઓ સમીન અને તૌફિક સુધી પહોંચવા માટે સુરક્ષા એજન્સીઓ ગઈ કાલે ઝડપાયેલા ઝફરને પગથિયું બનાવી રહ્યા છે. ગુજરાત ATS, દિલ્હી સ્પેશિયલ સેલ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સતત રાતભર કરેલી પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે તામિલનાડુમાં PIની હત્યા કરનાર તેના જ ગ્રુપના બે ફરાર આતંકીઓ છે. ISISના વિદેશી હેન્ડલરના સિગ્નલ બાદ સમીન અને તૌફિક  ગુજરાત ખાતે ઝફર ઉર્ફે ઉંમરને મળવાના હતા અને ત્યાર બાદ હેન્ડલરના આદેશ મુજબ આતંકી ઘટનાને અંજામ આપવાના હતા. ઝફર આ બંનેના આગમનની રાહ જોતો ગૌરવાની ઓરડીમાં ભરાયેલો રહ્યો અને ગુજરાત ATS તથા અન્ય સુરક્ષા એજન્સીઓની જાળમાં ફસાઈ ગયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO

 

તામિલનાડુ પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સમીન અને તૌફીકની સતત શોધખોળ કરી રહી હતી.  એ દરમિયાન ઇનપુટ્સ મળ્યા હતા કે આ બંને ઉત્તરભારતમાં ફરી રહ્યા છે. ઉત્તર ભારતથી નેપાળ અને ત્યાંથી પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન જવાની ફિરાકમાં હતા. આ બંને ઝફર સાથે સંપર્કમાં હોવાથી તેઓનો શું પ્લાન હતો અને ક્યાં કોણ આશરો આપી શકે છે તે દિશામાં ગુજરાત ATS અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સતત દોડધામ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પંચમહાલ: ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો, પોલીસે 10 જેટલા લોકોની કરી અટકાયત

ઝફર ગુજરાતમાં જે જે લોકોને મળ્યો હતો કે મળવાનો હતો અથવા તો સંપર્ક કર્યા હતા તે તમામની ભૂમિકાની ગુજરાત ATS સ્થાનિક જિલ્લાઓની SOG સહિતની એજન્સીઓ અને સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરી રહી છે. ઝફર જેની સાથે સંપર્કમાં હતો તે લોકો જેની સાથે સંપર્કમાં હતા તે તમામની કોલ ડિટેલ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરાઈ રહી છે. અત્યાર સુધી આ તમામની પ્રવૃત્તિઓ તથા ચેટના આધારે સુરક્ષા એજન્સીઓ ISISના મુખ્ય કાવતરાનો પર્દાફાશ કરવા પ્રયત્નશીલ છે.
Oops, something went wrong.
FB Comments