પેટાચૂંટણીનું પોસ્ટમોર્ટમ ભાગ-4: ભાજપે કેમ ગુમાવવી પડી પરંપરાગત થરાદ બેઠક?

ગુલાબસિંહ

પેટાચૂંટણીમાં આવેલા પરિણામો મતદારો સિવાય તમામ માટે ચોકાવવાનારા જ છે.  ખાસ કરીને રાજકીય બંને પાર્ટીઓ માટે આ પરિણામ ચોકાવનારું છે.  જો કે થરાદ બેઠકના પરિણામ સૌથી વધુ ચોકાવનારું છે કેમ  કે આ બેઠક ભાજપની  પરંપરાગત બેઠક માનવામા આવે છે.  જ્યાં  ભાજપે જીત માટે  જીવરાજ પટેલને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા તો બીજી તરફ યુવાન ચહેરો એવા ગુલાબ સિહ રાજપૂતને કોંગ્રેસે ચૂટણીના મેદાને ઉતાર્યા હતા. આમ તો  બંને ઉમેદવારના પરિવારની આ બેઠકમાં સારી  શાખ છે. જયા એક તરફ જીવરાજ પટેલના પિતા સ્વર્ગીય જગતાભાઈ પટેલનું થરાદના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં એક અલગ નામ છે ત્યારે ગુલાબ સિહ રાજપૂતના દાદાનો પણ રાજકીય અને સામાજિક રીતે એક અલગ જ મોભો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ‘મહા’ સંકટ: જાણો વાવાઝોડા પહેલાં અને દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ?

જોવા જઈએ તો આ  બેઠક પર શંકર ચૌધરીનું નામ શરૂઆતથી ચર્ચામાં હતું.  ચૌધરી મતદારો આ બેઠક પર ખુબ મોટી વોટબેંક હોવાના કારણે ચૂટંણી પહેલા જ આ બેઠક ભાજપના ફાળે હોવાનુ માનવામાં આવતુ હતું.  જો કે આ બેઠક પર પરબત પટેલ પર છેલ્લાં 20 વર્ષથી જીતનું પુનરાવર્તન કરી રહ્યા હોવાના કારણે પણ ભાજપની જીત થશે એવુ માનવામાં આવતુ હતું. ભાજપે ચુટણીમાં જીવરાજ પટેલને મેદાને ઉતાર્યા ત્યારે અતિમ ઘડીએ ગુલાબ સિહ રાજપૂતનુ નામ કોંગ્રેસે જાહેર કર્યું.

READ  લોકસભા બેઠક અમરેલીથી હાર બાદ પરેશ ધાનાણીના TWEET શરૂ કર્યો વિવાદ, ભાજપ પ્રવક્તાએ કહ્યું કે કુવિચારો ભર્યા છે
જીવરાજભાઈ પટેલ, ભાજપ ઉમેદવાર

આ એવી બેઠક હતી જ્યાં યુવા નેતા વર્સીસ સિનિયર નેતાની લડાઇ હતી. ભાજપના આંતરિક સૂત્રો માને છે કે ભાજપે પોતાની પરંપરાગત બેઠક આંતરિક મતભેદોના કારણે ગુમાવાનો વારો આવ્યો છે. વર્તમાન સાસંદ પરબત પટેલ જ્યારે લોકસભાની ચૂંટણી બનાસકાંઠા માટે લડયા ત્યારથી જ આ બેઠક પર પોતાના પુત્ર શૈલેષ પટેલ  માટે જમીન તૈયાર કરી રહ્યા હતા. શૈલેષ પટેલને જ ટીકીટ મળે એ માટેના પ્રયત્ન પણ છેલ્લી ઘડી સુધીના કરવામા આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજી તરફ શંકર ચૌધરી પર થરાદ બેઠક મારફતે ચૂટણીની રાજનિતિમાં ફરી એન્ટ્રી લેવા માંગતા હતા.  જો કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પાર્ટીના જ  2 દિગ્ગજ નેતાઓની આંતરિક ખેચતાણ જોઈને વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો અને જીવરાજભાઈ પટેલને  ટીકીટ આપવામા આવી. પરિણામો જોતા જાણે અહી જ ચૂક થઇ ગઇ હોય એવુ લાગી રહ્યુ છે. શંકર ચૌધરીની ટીકીટ કપાતા મોટી સંખ્યામાં ચૌધરી મતદારો નારાજ થયા.

READ 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપનો પ્રચાર કરી રહેલાં શંકર ચૌધરી

બીજી તરફ આ બેઠક જીતાડવાની સંગઠને જેને જવાબદારી સોપી હતી એ પણ અહીના મતદારોના મનને જાણે ભાપી ન શકયા હતા. જે ચહેરો આ બેઠક પર સતત જીત મેળવી રહ્યો હતો એવા વર્તમાન સાંસદ પરબત પટેલ જોઈએ એટલી સક્રીય ભૂમિકામા જોવા ન મળ્યા હતા.  ક્યાંક જીવરાજ પટેલની ઉંમરથી મતદારોને વાંધો પડ્યો તો ક્યાંક તેમના વર્તનથી સ્થાનિક લોકો નારાજ હતા. બીજી તરફ ગુલાબસિહ રાજપૂત યુથ કોંગ્રેસના પ્રમુખ હતા.તેઓ યુવા નેતા હતા. જ્યાં ભાજપ સમાજમા મોટા મોટા સંમેલન કરતી હતી ત્યાં ગુલાબસિહ દ્વારા અનેક વિસ્તારોના નાની નાની બેઠક દ્વારા વિવિધ સમાજનો સંપર્ક કરવામા આવતો હતો.

રાહુલ ગાંધીની સાથે ગુલાબસિંહ રાજપૂત

થરાદના જો મતદાતાની વાત કરવામા આવે તો 1 લાખ જેટલા મતદારો 40 વર્ષની ઉંમરના છે જેઓ એવુ સ્પષ્ટ માનતા હતા કે યુવા MLA હોય તો જ વિસ્તારનુ કામ થઇ શકે.  યુવા ધારાસભ્ય થકી જ  પોતાના પ્રશ્નોની ગાંધીનગર સુધી યોગ્ય રજૂઆત થઇ શકે એટલે કહી શકાય કે ઉંમર શિક્ષણ તથા સ્વભાવની તુલનાનો ફાયદો કોંગેસને  સીધી રીતે થયો. બીજી તરફ ચૌધરી મતદારોને આ  વખતે પાટીદાર ઉમેદવારને જીતાડવામા જાણે કોઇ જ રસ ન હોય એવુ ચૂંટણી પરિણામો બતાવી રહ્યા છે.

READ  ગુજરાત કોંગ્રેસને મળી શકે છે નવા પ્રભારી! કોણ લેશે રાજીવ સાતવનું સ્થાન?
ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે જીવરાજભાઈ પટેલ

પેટા ચૂંટણી પ્રચારમાં પણ ભાજપના નેતાઓ સ્થાનિક મૂદ્દાઓથી દૂર જઈને કલમ 370 અને રામ મંદિરની વાત કરી રહ્યા હતા.  જ્યારે વિસ્તારના યુવાનોને જીઆઇડીસી, રોડ રસ્તા કોલેજ તથા એપીએમસીને લઇને સરકારના શું પ્રોજેક્ટ છે એ અંગે જાણવામા રસ હતો પરંતુ સંતોષકારક પરિણામ મળ્યુ નહી. પડતા પર પાટુ જેવો સરકારની બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા રદ કરવાનો અણઘટ નિર્ણય અને ત્યારબાદ પરિક્ષા માટેની લાયકાત બદલવાનો નિર્ણય બન્યો.

સરકારના નિર્ણય, સ્થાનિક નેતૃત્વની નિષ્ક્રિયતા,  આંતરિક ખેંચતાણ,  ચૂંટણીપ્રચારની યોગ્ય રણનિતીમાં ઉણપના કારણે આખરે ભાજપની  પરંપરાગત બેઠક કોંગ્રેસના ફાળે જતી રહી.  જો કે ચૂંટણી મેદાનમા હાર એ હાર જ છે અને પ્રજામતએ સર્વોપરી હોય છે. 25 વર્ષ બાદ  થરાદની જનતાએ પોતાની માટે યુવા નેતાની પસંદગી કરી છે અને તેની સાથે જ કોંગ્રેસનું આ બેઠક પર ખાતુ ખુલ્યું છે.  હવે જોવાનુ એ છે કે કોંગ્રેસ પ્રજાની અપેક્ષાઓેને કેવી રીતે પૂર્ણ કરી શકે છે?

 

 

Oops, something went wrong.
FB Comments