રસ્તા પર ચોંટાડાયા અનુપમ ખેરના પત્ની કિરણ ખેરના પોસ્ટર્સ, લખાયું કંઈક આવું

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ થયા બાદ એક્ટર અનુપમ ખેરની પત્ની સાંસદ કિરણ ખેરના પોસ્ટર્સ રસ્તાઓ પર ચીપકાવી દેવાયા છે. આ પોસ્ટર પર લખાયું છે,

એક્સિડેન્ટલ MP

ચંદીગઢમાં ઠેર ઠેર સાંસદના આવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.

તેના પર સાંસદ કિરણ ખેરનું કહેવું છે,

“ફિલ્મ રિલીઝ થયા બાદ કોંગ્રેસ વિરોધની રાજનીતિ કરી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થયા બાદ મને અને મારા પતિને નિશાના બનાવાયા છે. હવે તો કોંગ્રેસી સાવ હલકી કક્ષાની હરકતો કરવા પર ઉતરી આવ્યા છે.”

વધુમાં કિરણના જણાવ્યા પ્રમાણે જ્યારે અનુપમ ખેરને આ અંગે કહેવાયું ત્યારે તે બંને ખાસ્સા સમય સુધી હસતા જ રહ્યાં.

READ  સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, મુંબઈમાં થાય કેસની તપાસ

સાંસદનો આરોપ છે કે કોંગ્રેસી લોકોએ જ આમ કર્યું છે. સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમૃતાસિંહ સાથે અચાનક પોલીસ સ્ટેશન પહોંચી અભિનેત્રી સારા અલી ખાન, પ્રોપર્ટીનો વિવાદ બન્યું કારણ

કિરણ કહે છે,

“આનાથી મને કોઈ નુક્સાન નથી થવાનું. વિરોધીઓ અમારા વિકાસકાર્યોને લઈને પરેશાન છે. આવનારી ચૂંટણીમાં એક વાર ફરીથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.”

 

READ  પાકિસ્તાન સામે મેળવેલી જંગી જીત બાદ ગૃહ મંત્રી અમિત શાહથી લઈને સમગ્ર બોલિવુડે ભારતીય ટીમને આ રીતે આપી શુભેચ્છાઓ

[yop_poll id=728]

Oops, something went wrong.
FB Comments