શિયાળામાં દરરોજ ગોળ ખાશો તો થશે આ ફાયદાઓ !!!

Gur Advantages_Tv9News
Gur Advantages_Tv9News

ઠંડીઓ શરૂ થતાં જ ભોજનમાં નવા નવા અનુભવ લેવાનો આનંદ મળે છે. શિયાળાની ઋતુમાં ખાવામાં વિવિઘ સ્વાદોની મજા માણવાની પણ મજા હોય છે. પરંતુ એક એવી વસ્તુ જે તમે ખાશો તો ચોક્કસ તમારા સ્વસ્થ્યને માટે વધુ ફાયદાકારક બની રહેશે. ઠંડીની આ ઋતુમાં ગોળ સ્વસ્થ્ય માટે ખૂબ જ લાભકારકી રહે છે. તેમજ હાલમાં ધૂમ્મસ અને પ્રદૂષણના વધતાં સ્તર સામે ગોળનું દરરોજ સેવન કરવાથી તમે બીમારીઓથી દૂર રહી શકશો.

જાણો દરરોજ ગોળનું સેવન કરવાની ઘણાં ક્યાં ક્યાં ફાયદા થશે

હાડકાં થશે મજબૂત
જો તમને હાડકાંમાં દુ:ખવા થાય છે તો ગોળની સાથે આદુ ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. જે હાડકાંને મજબૂત રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

READ  શું આવતીકાલથી 4-5 દિવસ માટે બેન્કો રહેશે બંધ ?,સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં મેસેજની હકીકત જાણો

લોહીની અછત દૂર કરે
ગોળ અનીમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારી હોય છે. તેને આયરનનુ પણ સારુ સ્તોત્ર માનવામાં આવે છે. આ સાથે જ તે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

Gur with milk_Tv9
gur with milk_Tv9

બ્લડ પ્રેશર નૉર્મલ
જો તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે તે ગોળનું સેવન કરશો તો તમારા માટે આર્શીવાદ રૂપ સાબિત થશે. એટલું જ નહીં હાલમાં ડૉક્ટરો તરફથી પણ ગોળ ખાવા માટેની સલાહ આપવામાં આવે છે.

READ  ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી, જુઓ VIDEO

શરીરને એક્ટિવ રાખે
શરીર અને હાડકાંને મજબૂત રાખવા માટે ગોળ ઘણો જ લાભકારક છે. પરંતુ દૂધ સાથે ગોળનું સેવન કરવાથી શરીરમાં તાકાત વધારે છે. જો દૂધ સાથે નહીં તો તમે એક કપ પાણીમાં પાંચ ગ્રામ ગોળ નાખી તેમાં લીંબુનો રસ અને કાળું મીઠું નાખીને હલાવો, જેનાથી તમને દિવસભરનો થાક દૂર થશે.

પેટ માટે ફાયદાકારક
જો તમારા પેટમાં ગેસ, કબજિયાત કે એસિડીટીની સમસ્યા છે, તો તે સ્થિતિમાં ગોળ તમારાં માટે ખૂબ જ લાભ કારક છે. જમ્યા પછી ગોળ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે અને ભૂખ પણ ઘટાડે છે.

READ  આ માછીમારે કર્યું કંઈક એવું કામ જે દેશમાં કોઈ ન કરી શક્યું, સરકાર પણ આપવા જઈ રહી છે પદ્મશ્રી એવોર્ડ

શરદી-ઉધરસમાં વધુ ફાયદાકારક
શિયાળામાં સૌથી વધુ શરદી-ઉધરસ, તાવની ફરિયાદ રહે છે. જેથી ઠંડીની ઋતુમાં તમે ગોળનો ઉપયોગ કરશો તો તમને શરદી-તાવમાંથી રાહત અપાવે છે.

ગોળ ગળા અને ફેફડાના ઈંફેક્શનને દૂર કરવામાં પણ ફાયદાકારક રહે છે. શિયાળામાં સૂંઠ અને ગોળના મિશ્રણનું સેવન કરવાથી પણ શ્વાસની સમસ્યાઓ રહેતી નથી.

FB Comments