મહાસત્તાના મહાનાયકના આગમન પહેલા અમેરિકન સુરક્ષાનો કાફલો અમદાવાદ પહોંચ્યો

The American security convoy arrived in Ahmedabad before the arrival Donald Trump

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા સુરક્ષા એજન્સીઓએ અમદાવાદમાં ધામા નાખ્યા છે. US ફોર્સનું સ્પેશિયલ એરક્રાફ્ટ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યું. જેમાં ટ્રંપના કાફલા સાથે રહેનારી સુરક્ષા કાર પણ અમદાવાદ લવાઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર આવેલી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા કાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ્યાં પણ જાય છે તેમની સાથે આ કાર હંમેશા તેમની સુરક્ષામાં રહેતી હોય છે.

READ  PM મોદી પહોંચ્યા હુનર હાટ, લિટ્ટી ચોખાની મજા માણી અને લોકોની સાથે સેલ્ફી પડાવી, જુઓ PHOTOS

આ પણ વાંચોઃ LRD ભરતી વિવાદનો અંતઃ બિન-અનામત વર્ગ દ્વારા આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત, જો સરકાર ફેરફાર કરશે તો…

અમદાવાદ એરપોર્ટ પર પહોચેલા યુએસના એરક્રાફ્ટમાં યુએસ સુરક્ષા એજન્સીના અઘિકારીઓ સહિત ટ્રમ્પની સિક્યુરીટી માટેના સ્પેશિયલ વેપનો પણ લાવવામાં આવ્યા. પ્રેસિડેન્ટ ટ્રમ્પની સુરક્ષા માટે લાવવામાં આવેલા વિવિધ વેપનો તેમજ સાધનોને 5 અલગ-અલગ મોટા કન્ટેનરમાં ભરીને વિવિધ સ્થળે ખસેડવામાં આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં જ્યાં જ્યાં મુલાકાત કરવાના છે તેની આસપાસના વિસ્તારોમાં આ સાધનો અને અમેરિકન સુરક્ષા એજન્સીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે.

READ  કેમ 26 વર્ષ પછી અયોધ્યા પહોંચી શિવસેના ?

The American security convoy arrived in Ahmedabad before the arrival Donald Trump

અમદાવાદ એરપોર્ટ પર આગમન થયેલી યુએસ સુરક્ષા એજન્સીઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ સહિત ગાંઘી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરી હતી. સાથે જ અમદાવાદ એરપોર્ટના જે રન-વે પર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થવાનું છે. તે રન-વેની ચકાસણી પણ અમેરિકન સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટની જવાબદારી સીઆઈએસફના શીરે છે. ત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારે તેમનો કાફલો કયા ગેટ પરથી બહાર નિકાળવો સાથે જ CISF સહિત કઈ-કઈ એજન્સીઓ તેમની સુરક્ષામાં રહેશે તે માટેની એક મિટિંગ પણ યુએસ સુરક્ષા એજન્સીઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવી હતી.

READ  Mumbai : Molester enters ladies' coach, 14-year-old girl jumps off train to escape molestation - Tv9

The American security convoy arrived in Ahmedabad before the arrival Donald Trump

FB Comments