હિઝબુલના આતંકીઓની સાથે ઝડપાયેલા DSP દવિંદર સિંહે કરી હતી આટલા રૂપિયાની ડીલ!

the-arrested-dsp-davinder-singh-had-done-a-deal-of-12-lakh-with-the-terrorist-in-jammu-kashmir

જમ્મુ-કાશ્મીરમાંથી શનિવારે હિઝબૂલ મુઝાહિદીનના આતંકીઓની સાથે એક પોલીસ અધિકારી પણ ઝડપાયા છે. દવિંદર સિંહની ધરપકડ પણ આતંકીઓ સાથે કરવામાં આવી છે. દવિંદર સિંહને લઈને એક મહત્વની વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આતંકીઓ અને દવિંદર સિંહ વચ્ચે 12 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આ પોલીસ અધિકારીનું અફઝલ ગુરૂ સાથે પણ કનેકશન હતા.

READ  જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ કચ્છમાં તમામ એજન્સીઓ હાઇ એલર્ટ પર, સ્પેશિયલ કમાન્ડો રાખી રહ્યાં છે બાજ નજર

Image result for davinder singh"

આ પણ વાંચોઃ ગુજરાતમાં CAA અને NRC મુદ્દે વિરોધ પર સેન્ટ્રલ IBની બાજ નજર, રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દેખરેખ

મીડિયા રિપોર્ટસ અનુસાર જે કારમાંથી આતંકીઓની ધરપકડ કરાઈ તેની સાથે DSPએ 12 લાખ રૂપિયાની ડીલ કરી હતી. 12 લાખના બદલામાં આતંકીઓને ચંદીગઢ પહોંચાડવાના હતા. જેના માટે દવિંદર સિંહે ઓફિસમાંથી 4 દિવસની રજા પણ લીધી હતી. સાથે એવો દાવો પણ સામે આવ્યો છે કે, હથિયાર મેળવી આપવા પણ DSPનો હાથ હતો.

READ  વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતે ફટકાર્યા 352 રન, શિખર ધવનની દમદાર સદી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

DSP દવિંદર સિંહને મળ્યું હતું મેડલ

DSP દવિંદર સિંહને શ્રીનગર એરપોર્ટ પર પોસ્ટિંગ અપાયું હતું. જે પહેલા તે જમ્મુ કાશ્મીર પોલીસમાં એન્ટ્રી હાઈજેકિંગના સદસદસ્ય હતા. આ સાથે તે પોલીસ ઓફિસર સ્પેશિય ગ્રૂપ SOGમાં પણ ઈન્સ્પેક્ટર રહી ચૂક્યા છે. ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ દ્વારા દવિંદર સિંહને મેડલ પ્રાપ્ત થયું હતું.

READ  કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી પરંતુ આ કામગીરી કરી શકશે નહીં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments