હિંમતનગરની સુંદરતા વધારતું કેનાલ ફન્ટ દિવસે-દિવસે બની રહ્યો ઉકરડો, PM મોદીએ કર્યું હતું લોકાર્પણ

The canal font that is enhancing the beauty of Himmatnagar is becoming more and more common pm modi e lokarpan karyu hatu

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની સુંદરતામાં વધારો કરવા માટે અમદાવાદની સાબરમતી રિવરફન્ટની માફક હાથમતી કેનાલ ફન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગર શહેરને આપેલી આ સુંદર ભેટ હવે જાણે કે, ઉકરડામાં પરિવર્તિત થઈ રહી છે.

હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલ વર્ષો પહેલા પણ ઉકરડા સમાન હતી અને જેને લઈને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરની સુંદરતામાં વધારો કરવા માટે તત્કાલીન ધારાસભ્ય પ્રફુલ્લ પટેલની માગ પર સુંદર મજાની ભેટ આપી હતી. અમદાવાદની સાબરમતી નદીના રિવરફન્ટની સાથો સાથ જ હાથમતી કેનાલ ફન્ટની કામગીરી હાથ ધરાઈ હતી અને જે 2014માં લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ સમય જતાં હવે હાલમાં સત્તાધીશોની નબળાઇના કારણે જાણે કે, કેનાલ ઉકરડામાં ફેરવાઈ રહી છે. મહામૂલ્ય ભેટ સમાન કેનાલ ફ્ન્ટ શહેરીજનો માટે સપના સમાન વિકાસ કાર્ય હોવાની છાપ ઉભી થઈ હતી અને શહેરીજનો માટે એક સુંદરતા સાથે હરવા ફરવા અને ખાણી-પીણી સહિત હળવાશની પળો પસાર કરવાનું સ્થળ હતું.

READ  સાબરડેરીની ચુંટણીમાં મોટા કદના નેતાઓએ ઉમેદવારી પરત ખેંચી, 10 ઉમેદવારોની ચૂંટણી નક્કી કરશે હવે ડેરીની કમાન!

પરંતુ હવે અહી અસમાજીક તત્વો જામી ચૂક્યા છે અને શહેર ભરનો કચરો જાણે કે આ સુંદર નિર્માણ પામેલ કેનાલમાં ઠલવાઈ રહ્યો છે. જેને લઈને હવે શહેરીજનો પણ પોતાના શહેરની સુંદરતા વિખરાતી જોઈ રહ્યા છે. પરંતુ શહેરની પાલિકાતંત્ર જાણે કે, સુંદર વિકાસના કાર્યને સાચવવા અને જાળવવા માટે ઉત્સાહ લાગી રહી નથી.

અજય રાઠોડ કહે છે કે, તે દરરોજ અહીં આવે છે પરંતુ અહી રેસ્ટોરન્ટવાળા પણ પોતાનો કચરો પણ ઠાલવવાનું શરૂ કરી દીધુ છે. અને કેટલાક લોકોએ જાહેરમાં શૌચ કરે છે. લોકો પાન મસાલા ખાઈને પણ ગંદકી કરે છે. પડીકાના પાઉચ પણ અહી ફેંકવાનું ચાલુ કરી દેવાયું છે. આ અંગે તંત્રએ ધ્યાન આપવું જોઇએ અને દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. તો આવી જ રીતે સ્થાનિક યુવાન હરદીપ બેદી પણ કહે છે કે, સરસ છે અને લોકો અહી કચરો નાંખે છે અને શૌચાલય પણ અહી બંધ હોવાથી લોકો જાહેરમાં શૌચ કરી જાય છે. જૈનીશ પટેલ કહે છે, લોકો અહી સાંજના સમયે અહી લોકો ચાલવા માટે આવે છે અને લોકો અહીં કચરો ઠાલવે છે. સાથે સાફ-સફાઈ પણ કરવામાં આવતી નથી અને સીડીમાં પણ લોકો ગંદકી કરે છે.

READ  સાબરકાંઠાના કોટડા PHC સેન્ટરના એક આરોગ્ય અધિકારીને ACBએ લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શહેરની મધ્યમાંથી પસાર થતી કેનાલ કુલ ત્રણ ફેઝમાં તૈયાર કરવામાં આવી છે અને તેની સુંદર ડીઝાઈનથી હિંમતનગર શહેરની શોભામાં વધારો કરી રહી છે. તેની સુંદરતાને લઈને રાષ્ટ્રીય કક્ષાએ એક મોડેલ સમાન ગણાવીને વિકાસના કાર્ય માટે પાલિકા એવોર્ડ પણ મેળવી ચૂકી છે. પરંતુ જે વાત પર શહેરીજનો અને પાલીકા ગર્વ લઈ રહી હતી. એ જ ગૌરવશાળી વિકાસ કાર્ય માટે હવે પાલિકા જ જાણે કે નિરુત્સાહી બની ગઈ હોય તેમ, અસમાજીક તત્વો અને કચરો ફેંકવા માટે ટેવાયેલા લોકો માટે ઉકરડા સમાન લાગી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સાબરકાઠાઃ વિજયનગર પંથકમા 2 કલાકમાં દોઢ ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

 

 

હિંમતનગર નગરપાલીકાના ચીફ ઓફીસર અલ્પેશ પટેલ કહે છે, સાફસફાઈ માટે દુકાનદારોને પણ ડસ્ટબીન રાખવા સૂચના અપાઈ છે. અને નાગરીકોને પણ સૂચના આપી છે. પરંતુ આવો કચરો અને ગંદકી ફેલાવનારાઓ ધ્યાને આવ્યા છે અને આ માટે હવે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સીસીટીવીનું પણ આયોજન હાથ ધર્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માટે કહેવાય છે કે, જ્યારે સત્તાઓ બદલાતી હોય ત્યારે તેની અસર વિકાસ કાર્યો પર પણ થતી હોય છે. અને કદાચ આવી અવદશા પાછળ પણ આવું જ કારણ પણ હોવાનો કચવાટ પણ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે પાલીકામાં પણ વહીવટકર્તાઓ પણ સુંદર ભેટ મળ્યા પછી અનેક બદલાયા અને નેતાઓ પણ અનેક બદલાયા અને શહેરની સુંદરતાને ઝાંખપ લાગતી અટકાવવા કોઈ ઉત્સાહિત નથી એ પણ શહેરીજનો માટે દુઃખજનક લાગી રહ્યું છે.

FB Comments