મુંબઈગરાઓ માટે ખૂશીના સમાચાર, BEST બસોના ભાડામાં કરાયો ધરખમ ઘટાડો

મુંબઈની જાણીતી બસ સર્વિસ BESTએ પોતાના ભાડામાં ઘટાડો કર્યો છે. મુંબઈગરો માટે આ ખૂશીની વાત છે. આ ઘટાડો મેટ્રોપોલીયન શહેરમાં લોકો વધારે સવારી કરે અને બસ વિભાગને આવક થાય તે માટે કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 આ પણ વાંચો:  પૈસાદાર હોવા છતાં પોતાના બાળકોને RTEમાં એડમિશન અપાવનારા વાલીઓની હવે ખેર નથી, જુઓ VIDEO

જો નોન એસી ફેરની વાત કરવામાં આવે તો તેમાં ખાસ કરીને 34 રુપિયા હતા તેમાં ખાસ્સો એવો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે મુંબઈકરો 20 રુપિયાના ભાડામાં આ સફર કરી શકશે. તેમાં પણ પહેલાં પાંચ કિલોમીટર માટે જે 8 રુપિયાનું ભાડું હતું તે હવે 5 રુપિયા કરી દેવાયું છે. BEST દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

READ  મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બેસ્ટની કમિટી દ્વારા જે નવું ભાડું નક્કી કરાયું તે આ મુજબનું રહેશે. જેમાં પાંચ કિલોમીટર સુધી નોન-એસીમાં 5 રુપિયા તો એસીમાં 6 રુપિયા ચૂકવવા પડશે. પહેલાં 10 કિમી સુધીની વાત કરીએ તો તેમાં નોન-એસની મુસાફરી માટે 10 રુપિયા જ્યારે એસી મુસાફરી માટે 13 રુપિયા ભાડું લેવામાં આવશે. પહેલાં 15 કિમી માટે નોન એસી ભાડું 15 રુપિયા જ્યારે આટલા કિમી જો એસી બસમાં સફર કરવી હોય તો 19 રુપિયા ચૂકવવાના રહેશે. જ્યારે 15 કિમીથી વધારે મુસાફરી માટે નવા ભાડા મુજબ નોન એસીમાં 20 રુપિયા તો એસીમાં મુસાફરી 25 રુપિયામાં પડશે.

READ  મુંબઈમાં થયું એવું રેમ્પ વૉક કે જેને જોઈને તમે પણ બોલી ઉઠશો 'વાહ'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો જૂના ભાડાની વાત કરીએ તો પહેલાં 2 કિમી નોન એસી સફર ખેડવી હોય તો બેસ્ટ બસમાં 8 રુપિયા જ્યારે આટલા જ કિમી માટે એસી સફર કરવી હોય તો 20 રુપિયા ચૂકવવા પડતા હતા. 10 કિમી સુધીની નોન એસી મુસાફરીમાં 22 જ્યારે એસી મુસાફરીમાં 40 રુપિયા મુસાફરે ભાડા પેટે આપવા પડતા હતા. 20 કિમી સુધીના નોન એસી સફર માટે 34 તો એસી સફર માટે 65 રુપિયા જૂના ભાડામાં લેવામાં આવતા હતા.

READ  અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાનની મુંબઇથી ધરપકડ, જુઓ VIDEO

[yop_poll id=”1″]

 

On cam: Drunk driver hits 2 with car in Hyderabad, both died | TV9GujaratiNews

FB Comments