સાબરકાંઠા જિલ્લામાં 100 ટકા વરસાદ બાદ પણ ગુહાઇ અને હાથમતી જળાશયોની સ્થિતિ ચિંતાજનક

સાબરકાંઠા જિલ્લામાં આ સિઝનનો સો ટકા વરસાદ પહોંચવા આવ્યો છે. તો બીજી તરફ જળાશયો પણ હજુ ખાલીખમ ભાસી રહ્યા છે. ચોમાસું પુરું થવાને ગણતરીના દીવસો છતાં પણ મહત્વના જળાશયોમાં પુરતા પાણી નહીં આવતા સિંચાઇના પુરતા પાણી માટે જળાશયોના આંકડા ચિંતાજનક છે.

આ પણ વાંચોઃ ભાદરવી પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે બકરો પણ મંદિર સુધી પહોંચ્યો

સાબરકાંઠા જિલ્લામાં મહત્વના જળાશયોના ઝથ્થાના આંક હજુ પણ ચિંતાની લકીરો સમાન ભાસી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ન આવતા જળાશયોમાં સ્થિતિ કંઇ સારી નથી. જિલ્લામાં મહત્વના જળાશય અને સિંચાઇના પાણી માટે જેની પર આશા બંધાયેલી હોય છે. તે ગુહાઇ અને હાથમતી જળાશયમાં પણ કંઇક ખાસ પાણીનો જથ્થો વરસાદી પાણીનો એકત્રીત થઈ શક્યો નથી. ગુહાઇ જળાશયની મહત્તમ જળસપાટી ૧૭૩.૦૦ મીટર છે. જે હાલમાં માંડ ૧૬૭.૨૫ મીટરે પહોંચી શકી છે. ગુહાઈ જળાશયમાં હાલ પાણીનો જથ્થો માંડ ૨૩.૫૫ ટકા જ પહોંચ્યો છે. આમ હજુ પણ ગુહાઇ ડેમ ૭૬.૪૫ ટકા જળસંગ્રહ ખાલી છે. ગત વર્ષે પણ ગુહાઇ ડેમની સ્થિતી આવી જ હતી.

READ  Ahmedabad : Man found murdered in new Maninagar - Tv9 Gujarati

હાથમતી જળાશય પણ કંઈક આવી જ સ્થિતિમાં છે. અને તેની સપાટી હાલમાં ૧૭૭.૨૧ મીટરે પહોંચી છે. જેથી હાથમતી ડેમમાં જળસ્ત્રોત ૩૪.૭૦ ટકા જ છે. આમ ૬૫.૩૦ ટકા જળસંગ્રહ ઓછો વર્તાઈ છે. જો કે હરણાવમાં ૭૮.૮૦ ટકા, તો જવાનપુરા જળાશયમાં પણ પાણીનું સ્ટોરેજ મેશ્વો નદીમાં પાણી આવતા છલાકેયેલી સ્થિતીમાં હોઈ તલોદ પંથકના વિસ્તારમાં રાહતરુપ નિવડશે. હાલમાં ગુહાઈ જળાશયમાં નર્મદાનું પાણી ૩૦ ક્યુસેક ઠાલલવામાં આવી રહ્યું છે. અને આમ જળસ્તરને નર્મદાની મદદથી વધારવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના ઉત્તરીય વિસ્તારમાં જળાશયોના કેચમેન્ટ એરીયામાં સારો વરસાદ વરસે તો, જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર પાણીનો જથ્થો એકત્રીત થઇ શકે. જોકે હાલ તો ખેડૂતો માટે આશાના કેન્દ્ર સમાન ગુહાઇ અને હાથમતી બંને જિલ્લા મધ્યક્ષેત્રના જળાશયો ભરાય તો, સાબરકાંઠાને સિંચાઇ અને ભૂગર્ભ જળમાં પણ રાહત થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

READ  New born killed in high intensity ambulance blast in Mumbai - Tv9 Gujarati

સાબરકાંઠા સિંચાઈ વિભાગના નાયબ ઇજનેર અમિધરસિંહ જેતાવત મુજબ હાલમાં જળાશોમાં પાણીની આવકો મર્યાદીત છે. ગુહાઇ ૨૩ ટકા અને હાથમતીમાં ૩૪ ટકા જેટલું પાણીનો જથ્થો છે. જો કેચમેન્ટ એરીયામાં સારો વરસાદ અપેક્ષા મુજબ થાય તો જળાશયોના જળસ્તરમાં વધારો થઇ શકે છે.

 
FB Comments