નરેન્દ્ર મોદીના નાના બહેને PM બનવા અંગે આપ્યું એવું મોટું નિવેદન કે સવાલ પૂછનાર જ નહીં, આખા દેશને મળી ગયો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત જાહેરમાં પોતાના રોલ મૉડેલ ગણાવી ચુકેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મોટું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે પીએમ મોદી રાજકારણમાંથી સંન્યાસ લેશે, તો તેઓ પણ સંન્યાસ લઈ લે લેશે. વર્ડ્સ કાઉંટ ફેસ્ટિવલ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા સ્મૃતિએ પરિચર્ચા દરમિયાન આ મોટું નિવેદન આપ્યું.

જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિને નાના બહેન કહીને સંબોધ્યા હતાં.

મોદી પોતાની જાતને પ્રધાન સેવક કહે છે અને આ જ વાતનો હવાલો આપતા એક દર્શકે પૂછ્યું કે શું તેઓ પણ પ્રધાન સેવક બનવાની રેસમાં છે ? તો આ સવાલના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘જે દિવસે પ્રધાન સેવક નરેન્દ્ર મોદી રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે, હું પણ ભારતીય રાજકારણને અલવિદા કહી દઇશ.’

સ્મૃતિએ અટલ બિહારી વાજપેયીને પણ યાદ કરતા કહ્યું, ‘ક્યારેય નહીં, હું રાજકારણમાં શાનદાર નેતાઓ સાથે કામ કરવા માટે આવી છું અને આ બાબતમાં હું બહુ ભાગ્યશાળી છું. મેં સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજ નેતાના નેતૃત્વમાં કામ કર્યું અને હવે મોદીજી સાથે કામ કરી રહી છું.’

[yop_poll id=1057]

Ahmedabad: This youth to serve tea for free if Rahul Gandhi gets elected as PM- Tv9

 

 

FB Comments

TV9 Web Desk7

Read Previous

ભરૂચના બુટલેગરના આખા ઘરમાં પોલીસે કરી દારૂની શોધખોળ પણ ક્યાંય ન દેખાયો દારૂ, આખરે ઘરની છતે ફોડ્યો આખો ભાંડો, જુઓ VIDEO

Read Next

બદલાયું સુરત જેલનું દ્રશ્ય, સફેદ દિવાલો નહીં, જેલની દિવાલો પર પથરાયા રંગો, કેદીઓ બન્યા પેઈન્ટર!

WhatsApp chat