મૃત્યુ પામેલી એક ટોચની ભારતીય અભિનેત્રીની ફિલ્મ ચીનના સિનેમાઘરોમાં મચાવી રહી છે ધૂમ, ઘણી મોટી ફિલ્મોના પણ તોડ્યા રેકોર્ડ

શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘Mom’ શુક્રવારે ચીનમાં રિલિઝ થઈ હતી. રિલીઝનાં પહેલા દિવસે ફિલ્મે Box office પર 11.47 કરોડની કમાણી કરી છે. વીકેંડ બાદ ફિલ્મની કુલ કમાણી 11.47 કરોડ થઈ ગઈ છે. મહત્વનું છે કે Mom ફિલ્મ ચીનમાં 10મેના રોજ, 38,500 સ્ક્રીનો પર રિલિઝ થઈ હતી. આ ફિલ્મને મળેલી સફળતા પર અનિલ કપૂરે ટ્વીટ કરીને કહ્યું ” ચીનમાં ‘Mom’ ફિલ્મ જે રીતે જોવાઈ રહી છે અને લોકોનો પ્રેમ ફિલ્મને મળી રહ્યો છે તે જોઈને ખૂબ ખૂશ છું. શ્રીદેવી હજુ પણ પોતાના કામ અને અભિનયથી લોકોના હ્રદયમાં જીવિત છે.

READ  23 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંક 516 થયો, 44 લોકો થયા સ્વસ્થ

 

રવિ ઉદયવર દિગ્દર્શિત આ ફિલ્મમાં શ્રીદેવીને એક માતા તરીકે બતાવવામાં આવી છે જે તેની સાવકી પુત્રી માટે ન્યાય મેળવવા નવી સફરની શરૂઆત કરે છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી સજલ અલીએ આ ભૂમિકા ભજવી છે, જેની સાથે ગેંગ રેપ થાય છે. શ્રીદેવીને ‘Mom’ ફિલ્મમાં તેમના પાત્ર માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે પુરસ્કાર મળ્યો હતો.

READ  ચૂંટણીના એગ્ઝિટ પોલ બાદ સોશિયલ મીડિયામાં ફરતો આ ફોટો વિવેક ઑબેરોયે TWEET કર્યો અને વિવાદમાં ફંસાઈ ગયો

 

ગ્લોબલ સિંડીકેશન અને International Film Distributionના વિભા ચોપડાએ ફિલ્મના ઓપનીંગ વિશે કહ્યું હતુ કે ” અમે નિશ્ચિત હતાં કે ફિલ્મ ચીનમાં સારુ પ્રદર્શન કરશે, પરંતુ આ આંકડાઓ જોઈને અમે ગૌરવ અનુભવીએ છે.”

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાને શા માટે મતદાન ન કર્યું ? પ્રિયંકા ગાંધીએ જણાવ્યું આ કારણ

ફિલ્મના પ્રોડ્યુસર અને શ્રીદેવીના પતિ બોની કપુરનું કેહવુ છે કે ‘Mom’ મારા હ્રદયની ખૂબ નજીક છે. આ ફિલ્મને મળી રહેલા પ્રેમને જોઈને અમે અભિભૂત છીએ. હું ચાહુ છું કે કદાચ શ્રી આપણી વચ્ચે હયાત હોત તો તે પણ પોતાની ફિલ્મને કેટલી સફળતા મળી છે તે જોઈ શક્યા હોત.

READ  બોલિવૂડમાં પાકિસ્તાની કલાકારો પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ
Oops, something went wrong.

 

FB Comments