US Dollarની લાલચ છોડો, ડૉલરથી વધુ મોંઘી છે આ 5 દેશોની કરન્સી

દુનિયાના મોટા ભાગના લોકો દુનિયાની સૌથી કિંમતી કરન્સી અમેરિકી ડૉલરને માને છે. પરંતુ હકીકતમાં તો અમેરિકી ડૉલરની વેલ્યૂ દુનિયામાં સૌથી વધારે નથી. આજકાલ અમેરિકાના 1 ડૉલરની કિંમત 70 રૂપિયા જેટલી થાય છે.

પરંતુ દુનિયાના એવા કેટલાક દેશો પણ છે જ્યાંની કરન્સી ડૉલરના મુકાબલે ઘણી વધારે છે. આજે અમે તમને કહીશું દુનિયાના એવા 5 દેશો વિશે જ્યાંની કરન્સીની કિંમત સમગ્ર દુનિયામાં સૌથી વધારે છે.

5. ઈંગ્લેન્ડ કરન્સી

ઈંગ્લેન્ડમાં ચાલતી કરન્સી બ્રિટિશ પાઉન્ડ દુનિયાની પાંચમા નંબરની સૌથી મોંઘી કરન્સી માનવામાં આવે છે. હમણાંના દિવસોમાં એક પાઉન્ડની કિંમત ભારતીય રૂપિયામાં 96રૂ. જેટલી થાય છે. એક સમયે બ્રિટન દુનિયાના ત્રીજા ભાગ પર શાસન કરી ચૂક્યું છે.

4. જૉર્ડન

જૉર્ડનમાં ચાલતી કરન્સી જૉર્ડનિયન દીનારને દુનિયાની ચોથા નંબરની સૌથી મોંઘી કરન્સી માનવામાં આવે છે. આજકાલ 1 જૉર્ડન દીનારનૂ વેલ્યૂ ભારતીય રૂપિયામાં લગભગ 103 રૂપિયા થાય છે. જૉર્ડન દુનિયાના શ્રીમંત દેશોમાં સામેલ નથી પરંતુ અહીંની સરકારની કાયદા વ્યવસ્થાના કારણે તે એક વિકાસશીલ દેશ છે.

3. ઓમાની રિયલ

ઓમાન દુનિયાનો ચોથા નંબરનો શ્રીમંત દેશ માનવામાં આવે છે. હમણાંના સમયની વાત કરીએ તો ઓમાનની કરન્સી રીયલની વેલ્યૂ ભારતીય રૂપિયામાં 191 રૂપિયાની આસપાસ થાય છે. ઓમાનમાં કામ કરતા વિદેશી મજૂરોમાથી લગભગ  અડધાથી વધુ લોકો ભારતના જ હોય છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

2. બહરીન

બહરીનની કરન્સી દુનિયામાં મોંઘી કરન્સીઓમાં બીજા નંબરે આવે છે. હમણાંના દિવસોમાં બહરીનના 1 દીનારની કિંમત લગભગ ભારતીય રૂપિયા 195 જેટલી થાય છે. બહરીનને અરબના સૌથી વિકાસશીલ દેશોમાંનો એક દેશન માનવામાં આવે છે. બહરીન દુનિયાનો 13મા નંબરનો શ્રીમંત દેશ છે, જ્યાંની આવકનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ છે.

આ પણ વાંચો: દુનિયાના આ 5 દેશોમાં એક પણ ફ્લાઈટ નથી જતી! જાણો છો કેમ?

1. કુવૈત

મિત્રો, દુનિયામાં સૌથી મોંઘી કરન્સી કુવૈત દીનારને માનવામાં આવે છે. આજના સમયમાં કુવૈતના એક દીનારની કિંમત ભારતના લગભગ 242 રૂપિયા જેટલી થાય છે. આ દુનિયાના શ્રીમંત દેશોમાંનો એક દેશ છે.

[yop_poll id=382]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Pothole near New cotton filled with rain water due to Ahmedabad municipal commission's negligence

FB Comments

TV9 Web Desk3

Read Previous

ઑગસ્ટા વેસ્ટલૅંડ કેસ : વચેટિયા મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું, ઈડીને ‘R’ની પણ શોધ

Read Next

WhatsApp પર ડિલીટ કર્યા વગર પર્સનલ ચૅટ Hide કરવા માંગો છો ? તો વાંચી લો આ ખબર, થઈ જશે આપનું કામ

WhatsApp પર સમાચાર