જો 2019માં વીકેન્ડ્સ અને જાહેર રજાઓ પર ‘મીની વેકેશન’ પ્લાન કરી રહ્યાં છો તો આ ખબર જરૂરથી વાંચી લેજો

જો તમે ફરવાના શોખીન છો અને વર્ષ 2018ના લાંબા વીકેન્ડ્સનો ફાયદો ઉઠાવીને બરાબર ફર્યા છો તો વર્ષ 2019માં ફરવાની મજા માણવા વધારે રજાઓ લેવી પડે તેવો વારો આવી શકે છે. 

પરિવાર અને મિત્રો સાથે ફરવાના શોખીન કે પછી સોલો ટ્રીપ પર જતા લોકો માટે 2018નું વર્ષ મહેરબાન હતું. કારણ કે 2018માં તમને 16 લાંબા વીકેન્ડ્સ મળ્યા હતા જેનો ભરપૂર ફાયદો લોકોએ મિની વેકેશન તરીકે ઉઠાવ્યો. પણ ફરવાના શોખીનો માટે નિરાશાજનક સમાચાર છે કે નવા વર્ષમાં એટલે કે 2019માં તમને માત્ર 10 લાંબા વીકેન્ડ્સ મળશે. જો કે આ લાંબા વીકેન્ડ્સ પણ વિવિધ કંપનીઓની પોલીસી પર નિર્ભર કરે છે. પણ એ વાત ચોક્કસ છે કે 2019માં લોકો પાસે રજાઓ ઓછી હશે અને ડેસ્ક પર વધારે સમય પસાર કરવો પડશે.

 

2019માં લેવી પડશે કુલ 13 રજાઓ

વીકેન્ડની સાથે જો તમારે 3 કે 4 દિવસની રજાઓ જોઈએ તો કર્મચારીઓએ 2019માં યોગ્ય પ્લાનિંગ કરી રજાઓ લેવી પડશે.

એક ગણતરી પ્રમાણે કર્મચારીઓને વર્ષ 2019માં કુલ 13 રજાઓ મળશે. જેમાં એપ્રિલ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધુ રજા મળી શકશે પણ તેના માટ કર્મચારીઓએ વધારાની રજાઓ લેવી પડશે જેથી તેઓ લાંબા વીકેન્ડ્સની મજા માણી શકો.

2019નું પહેલું લાંબુ વીકેન્ડ 12 જાન્યુઆરીએ શરૂ થશે જે દિવસે શનિવાર છે અને ત્યારબાદ 13 જાન્યુઆરીએ રવવાર અને 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ તેમજ પોંગલની રજા.

ઑગસ્ટ 2019માં મળી શકે છે 9 રજાઓ

ટ્રાવેલ બૂકિંગ વેબસાઈટ Ixigoના સીઈઓ અને કૉ-ફાઉન્ડર આલોક બાજાપી કહે છે,

“વર્ષ 2018માં લાંબા વીકેન્ડ્સની બોલબાલા હતી. ચોમાસા દરમિયાન શોર્ટ વેકેશન્સ પીક પર રહ્યાં જે એક્સટેન્ડેડ વીકેન્ડ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ 2019માં માત્ર 10 લાંબા વીકેન્ડ મળશે જેથી લોકોએ સ્માર્ટલી પોતાની ટ્રીપ્સનું આયોજન કરવું પડશે. થોડા દિવસોની રજા લઈને ઑગસ્ટ 2019માં એકસાથે 9 દિવસોની રજા મળી શકે છે. તો 18 એપ્રિલની આસપાસ એકસાથે 5 દિવસથી રજા લેવાનો મોકો પણ મળી રહ્યો છે. વર્કિંગ પ્રોફેશનલ્સ ઈચ્છે તો તહેવારોની આ સીઝનમાં ઑક્ટોબરમાં પણ શોર્ટ વેકેશન પ્લાન કરી શકે છે.”

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ રહ્યું વર્ષ 2018

યાત્રા ડૉટ કૉમના સીઓઓ શરત ઢલનું કહેવું છે કે 2018નું વર્ષે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી માટે ઘણું સારું રહ્યું અને આ સારો ગ્રોથ થયો. એક જનરલ ટ્રેન્ડ 2018માં જોવા મળ્યો કે લાંબા વીકેન્ડ્સ પર લોકોએ શોર્ટ ટ્રિપ્સ પસંદ કરી. પરંતુ 2019માં રજાઓ લેવા અને નાની ટ્રીપ્સ પર જવા વધારે પ્લાન કરવો પડશે.

હવે નજર કરીએ 2019ના Extended Weekends પર…

જાન્યુઆરી, 2019

12 જાન્યુઆરી, શનિવાર

13 જાન્યુઆરી, રવિવાર

14 જાન્યુઆરી, સોમવાર: ઉત્તરાયણ-પોંગલ

ફેબ્રુઆરી, 2019

28 ફેબ્રુઆરી, ગુરૂવાર: મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ (કેટલીક કંપનીઓમાં આ દિવસે રજા અપાય છે.)

તો અહીં જો શુક્રવારે રજા લઈ લેવાય તો ગુરૂવારથી રવિવાર સુધીની રજા માણી શકો છો.

માર્ચ, 2019

1 માર્ચ, શુક્રવાર- રજા લઈ શકો છો

2 માર્ચ, શનિવાર

3 માર્ચ, રવિવાર

4 માર્ચ, સોમવાર: મહાશિવરાત્રી- કંપની તરફથી જ અપાય છે રજા

આ પણ વાંચો : લગ્ન બાદ રણવીરસિંહે એક કાર્યક્રમમાં એવું તો શું કહ્યું કે દીપિકાને આવી ગયા ખુશીના આંસૂ! જુઓ VIDEO

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

21 માર્ચ, ગુરૂવાર: હોળી

22 માર્ચ, શુક્રવાર- રજા લઈ શકો છો

23 માર્ચ, શનિવાર

24 માર્ચ, રવિવાર

એપ્રિલ, 2019

17 એપ્રિલ, બુધવાર: મહાવીર જયંતિ (કેટલીક કંપનીઓમાં આ દિવસે રજા અપાય છે.)

18 એપ્રિલ, ગુરૂવાર- રજા લઈ શકો છો

19 એપ્રિલ, શુક્રવાર: ગુડ ફ્રાઈડે- કંપની તરફથી રજા અપાય છે

20 એપ્રિલ, શનિવાર

21 એપ્રિલ- રવિવાર

મે, 2019

8 મે, ગુરૂવાર: ગુરૂ રવિન્દ્રનાથી જયંતિ (કેટલીક કંપનીઓમાં આ દિવસે રજા અપાય છે.)

10 મે, શુક્રવાર- રજા લઈ શકો છો

11 મે, શનિવાર

12 મે, રવિવાર

જૂન, 2019

1 જૂન, શનિવાર

2 જૂન, રવિવાર

3 જૂન, સોમવાર- રજા લઈ શકો છો

4 જૂન, મંગળવાર- રજા લઈ શકો છો

5 જૂન, બુધવાર: ઈદની રજા

ઑગસ્ટ, 2019

10 ઑગસ્ટ, શનિવાર

11 ઑગસ્ટ, રવિવાર

12 ઑગસ્ટ, સોમવાર: બકરી ઈદ (કેટલીક કંપનીઓમાં આ દિવસે રજા અપાય છે.)

15 ઑગસ્ટ, ગુરૂવાર: સ્વતંત્રતા દિવસ

16 ઑગસ્ટ, શુક્રવાર- રજા લઈ શકો છો

17 ઑગસ્ટ, શનિવાર

18 ઑગસ્ટ, રવિવાર

31 ઑગસ્ટ, શનિવાર

સપ્ટેમ્બર, 2019

1 સપ્ટેમ્બર, રવિવાર

2 સપ્ટેમ્બર, સોમવાર: ગણેશ ચતુર્થી (કેટલીક કંપનીઓમાં આ દિવસે રજા અપાય છે.)

ઑક્ટોબર, 2019

4 ઑક્ટોબર, શુક્રવાર- રજા લઈ શકો છો

5 ઑક્ટોબર, શનિવાર

6 ઑક્ટોબર, રવિવાર

7 ઑક્ટોબર, સોમવાર: રામનવમી (કેટલીક કંપનીઓમાં આ દિવસે રજા અપાય છે.)

8 ઑક્ટોબર, મંગળવાર: દશેરા અને દુર્ગા પૂજા

26 ઑક્ટોબર, શનિવાર

27 ઑક્ટોબર, રવિવાર

28 ઑક્ટોબર, સોમવાર: દિવાળી

29 ઑક્ટોબર, મંગળવાર: ભાઈબીજ (કેટલીક કંપનીઓમાં આ દિવસે રજા અપાય છે.)

નવેમ્બર, 2019

9 નવેમ્બર, શનિવાર

10 નવેમ્બર, રવિવાર: ઈદ-એ-મિલાદ

11 નવેમ્બર, સોમવાર- રજા લઈ શકો છો

12 નવેમ્બર, મંગળવાર: ગુરૂનાનક જયંતિ

ડિસેમ્બર, 2019

21 ડિસેમ્બર, શનિવાર

22 ડિસેમ્બર, રવિવાર

23 ડિસેમ્બર, સોમવાર- રજા લઈ શકો છો

24 ડિસેમ્બર, મંગળવાર: ક્રિસમસની સાંજ (કેટલીક કંપનીઓમાં આ દિવસે રજા અપાય છે.)

25 ડિસેમ્બર, બુધવાર: ક્રિસમસ

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Union minister Ashwini Choubey seen taking nap in a health program of Vibrant Gujarat

FB Comments

Hits: 1971

Comments are closed, but trackbacks and pingbacks are open.