LRD ભરતીમાં સરકાર દ્વારા જાહેર 1 ઓગસ્ટ 2018ના પરિપત્રમાં થશે ફેરફાર

LRD ભરતીમાં સરકારે કરેલા 1 ઓગસ્ટ 2018ના પરિપત્રમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આંદોલન કરતા આગેવાન સાથે સરકારની બેઠક બાદ આ નિર્ણય સામે આવ્યો છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે આગેવાનોએ બેઠક કરી હતી. જેના બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા 70 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે છોકરીઓનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે તેમના માટે આ મોટી જીત સમાન છે. સરકાર અને આગેવાનોની બેઠક સમયે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા સહિતના નેતાઓ પણ ગાંધીનગરમાં હાજર હતા.

READ  VIDEO: ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાની મુશ્કેલી વધી! કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી

આ પણ વાંચોઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલે કહ્યું, I Love You….તમે કમાલ કરી દીધી

LRD ભરતીમાં અનામતના વિવાદ મામલોઃ પરિપત્રમાં થશે ફેરફાર

LRD ભરતીમાં અનામતના વિવાદ મામલોઃ પરિપત્રમાં થશે ફેરફાર#Tv9News #Gujarat #Gandhinagar #LRD

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, ११ फेब्रुवारी, २०२०

 

FB Comments