દેશમાં સૌથી મોટી કેડર બેઝ ભાજપ પાર્ટીને કાર્યક્રમમાં સંખ્યા દેખાડવા શિક્ષકોને ફરજિયાત બોલાવવા પડે છે?

જાહેર કાર્યક્રમોમાં પાંખી હાજરી હોવી એ એક સામાન્ય વાત થઈ ગઈ છે. જો કે કેડર બેઝ સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપમાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ સવાલ ઉપસ્થિત થયો છે. ભાજપે રાષ્ટીય એકતા અભ્યાનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ આશ્રમ રોડ પર આવેલા દિનેશ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. 780ની ક્ષમતા ધરાવતા આ હોલમાં શહેર પ્રમુખને હોલ ભરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકોને બોલવા પડ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ગુજરાતને બુલેટ ટ્રેનની પહેલા સુપરફાસ્ટ તેજસની ભેટ મળશે, અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે

મોદી સરકાર 2.0ના પ્રથમ 100 દિવસ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ ગુજરાતના પ્રવાસે છે. પોતાના સરકારી કાર્યક્રમની સાથે સાથે રવિ શંકર પ્રસાદ અમદાવાદ શહેર ભાજપ દ્વારા આયોજિત રાષ્ટીય એકતા અભ્યાન અંતર્ગત કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. શહેર ભાજપે 780 બેઠકની ક્ષમતા ધરાવતા દિનેશ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપના કાર્યકરો, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપ્યું હતું. પરંતુ હોલ ખાલી રહેવાના ડરના કારણે શહેર ભાજપે કોર્પોરેશનની તમામ શાળાઓના ત્રણ-ત્રણ શિક્ષકોને કાર્યક્રમાં ફરજીયાત હાજર રહેવા મૌખિક સૂચના આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન કઈ શાળાના કેટલા શિક્ષકો હજાર રહ્યા તેની હાજરી પણ પુરવામાં આવી હતી.

READ  ભગવાન રામ બનવા માટે રીયલ લાઇફના રામ અરુણ ગોવિલે છોડવી પડી હતી પોતાના કૉલેજ કાળની આ કુટેવ

ભૂતકાળમાં પણ ભાજપ રાષ્ટીય અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં પણ કાર્યકરો એકઠા કરવામાં અમદાવાદ શહેર ભાજપ નિષ્ફળ ગયું છે. તો મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં પણ કાર્યકરોની પાંખી હાજરી જોવા મળતી હોય છે. હદ તો ત્યાં થઈ કે, ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat ST bus caught plying without doors in Rajkot - Tv9 Gujarati

આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ એક શિક્ષિકાએ નામ ન જણાવાની શરતે ખુલાસો કર્યો કે, આજે વહેલી સવારથી અમે સ્કૂલમાં બાળકોને ભણવા ગયા હતા. કોર્પોરેશ દ્વારા ભાજપના રાષ્ટીય એકતા અભ્યાન કાર્યક્રમમાં હાજરી આપવા મૈખિક સૂચના આપી હતી. દરેક સ્કૂલ અને ઝોન પ્રમાણે ત્રણ-ત્રણ શિક્ષકોને હાજરી આપવા સૂચના મળી હતી. અમારા બાળકોએ સવારથી ઘરે એકલા છે. એટલા માટે અમે હવે ચાલુ કાર્યક્રમ છોડી જઈ રહ્યા છે.

READ  VIDEO: દશેરાના તહેવારે ગાંઠિયા-જલેબીના ભાવ જાણીને મરચા લાગશે....1200 રૂપિયા કિલો જલેબી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અમદાવાદ શહેર ભાજપ દ્વારા આયોજિત છેલ્લા ઘણા કાર્યકરોમાં કાર્યકરોની પાંખી હાજરી હોય છે. તો બીજી તરફ કાર્યક્રમમાં ઉત્સાહિત થયેલા શહેર પ્રમુખ જગદીશ પંચાલે સ્વાગત પ્રવચન શરૂઆતમાં જ મોદી સરકાર 2.0ને 100 દિવસના બદલે 100 વર્ષ બોલી ગયા હતા. 2 વખત ભૂલ કરતા સ્ટેજ પર જ પોતાની ભૂલ સ્વીકારી હતી.

વારંવાર શહેર ભાજપના કાર્યક્રમો પાંખી હાજરી નો વિષય એ શહેર ભાજપના કાર્યકરોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યક્રમમાં પાંખી હાજરી માટે શહેરના કાર્યકરો શહેર પ્રમુખને જવાબદાર માની રહ્યાની આંતરિક ચર્ચા કરી રહ્યા છે.

FB Comments