કેમ, કેવી રીતે અને કયા ફાયદા માટે લોકો બને છે નાગા બાવા?

અર્ધકુંભ કે મહાકુંભમાં, હુંકાર ભરીને, શરીર પર ભભૂત લગાવીને નાચતા-ગાતા બાવાઓ તમે જોયા હશે. પરંતુ કુંભ સમાપ્ત થતાં જ આ નાગા બાવા ખબર નહીં કઈ રહસ્યમયી દુનિયામાં જતા રહે છે, જેના વિશે કોઈ જ નથી જાણતું.

નાગા બાવાઓ આખરે ક્યાંથી આવે છે અને કુંભ બાદ ક્યાં જાય છે? કેવી હોય છે તેમની જિંદગી અને કેવી રીતે તેઓ બને છે નાગા સાધુ?

ચાલો, જઈએ નાગા બાવાઓના સંસારમાં, તેમની રહસ્યમયી દુનિયામાં…

કુંભ અને મહાકુંભ દરમિયાન થીજાવી દેતી ઠંડીમાં પણ નાગા બાવા નિર્વસ્ત્ર રહે છે. તો અસહ્ય ગરમીમાં ભભૂત લગાવીને નજરે ચઢે. નાગાઓને ન કોઈ આવતા જોવે છે અને ન જતા. નાગા સાધુઓની જિંદગી ખૂબ કઠિન હોય છે. તેમની તૈયાર થવાની પ્રક્રિયા પણ કેટલાંયે વર્ષો સુધી ચાલે છે અને ત્યારબાદ નાગા સાધુ તૈયાર થાય છે.

કેવી રીતે બને છે નાગા બાવા?

જ્યારે પણ કોઈ વ્યક્તિ નાગા સાધુ બનવા અખાડામાં જાય છે, તો સૌથી પહેલા તેના બેકગ્રાઉન્ડ વિશે જાણવામાં આવે છે. જ્યારે અખાડો સંપૂર્ણ રીતે ખાતરી કરી લે છે, ત્યારે શરૂ થાય છે તે વ્યક્તિની અસલી પરીક્ષા. અખાડામાં પ્રવેશ્યા બાદ નાગા સાધુઓની બ્રહ્મચર્યની પરીક્ષા લેવામાં આવે છે જેમાં તપ, બ્રહ્મચર્ય, વૈરાગ્ય, સંન્યાસ અને ધર્મની દીક્ષા આપવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં એક વર્ષથી લઈને 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે. એક વખત અખાડો નક્કી કરી લે તે વ્યક્તિ દીક્ષા લેવાને લાયક બની ગઈ છે ત્યારબાદ તેને આગળની બીજી પ્રક્રિયામાં પસાર થવાનું હોય છે. બીજી પ્રક્રિયામાં નાગા બાવા પોતાનું મુંડન કરાવીને પિંડદાન કરી દે છે, ત્યારબાદ તેમનું જીવન અખાડા અને સમાજ માટે સમર્પિત થઈ દાય છે. તેઓ સાંસારિક જીવનથી સંપૂર્ણ રીતે અલગ થઈ જાય છે. તેમનો પોતાના પરિવાર કે સંબંધીઓ સાથે કોઈ મતલબ નથી રહેતો.

આ બીજી પ્રક્રિયામાં નાગા પોતાનું મુંડન કરાવીને પોતાનું જ પિંડદાન કરી દે છે. આ એવી પ્રક્રિયા છે જેમાં તે પોતાને પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માની લે છે અને પોતાના જ હાથોથી પોતાનું શ્રાદ્ધ કરે છે ત્યારબાદ અખાડાના ગુરૂ નવું નામ અને ઓળખ આપે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ચિતાની રાખથી ભસ્મની ચાદર

નાગા સાધુ બન્યા બાદ તેઓ પોતાના શરીર પર ભભૂતની ચાદર ચઢાવી લે છે. આ ભસ્મ બહુ લાંબી પ્રક્રિયા બાદ બને છે. મડદાની રાખને શુદ્ધ કરી તેને શરીર પર મલવામાં આવે છે અને ત્યારબાદ હવન કે ધૂનીની રાખથી શરીર ઢાંકવામાં આવે છે.

આ પણ વાંચો: 2019માં યોજાનાર કુંભ મેળાની તારીખ થઇ જાહેર, જાણી લો તમામ માહિતી

ક્યાં રહે છે નાગા બાવાઓ?

એવું મનાય છે કે મોટા ભાગના નાગા સાધુ હિમાલય, કાશી, ગુજરાત અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં રહે છે. નાગા બાવા વસ્તીથી દૂર ગુફાઓમાં સાધના કરે છે. એવું પણ કહેવાય છે કે નાગા બાવાઓ હંમેશાં એક જ ગુફામાં નથી રહેતા. તેઓ પોતાની જગ્યા બદલ્યા કરે છે. કેટલાયે નાગા સાધુઓ જંગલમાં ફરતા ફરતા કેટલાંયે વર્ષો કાઢી નાખે છે અને બસ કુંભ કે અર્ધ કુંભમાં જ જોવા મળે છે.

શું ખાય છે નાગા બાવા?

એવું કહેવાય છે કે નાગા સાધુ 24 કલાકમાં માત્ર એક વાર જ ખાય છે. અને એ ખોરાક પણ ભિક્ષા માગીને ભેગો કરેલો હોય છે. તેના માટે નાગા બાવાઓને 7 ઘરોમાંથી ભિક્ષા લેવાનો અધિકાર હોય છે. જો આ સાત ઘરોમાંથી કંઈ ન મળે તો તેમણે ભૂખ્યા રહેવાનો વારો આવે છે.

 

કુંભમેળા પર ટીવી9 ગુજરાતી ખાસ સીરિઝ ચલાવી રહ્યું છે. આ સીરિઝમાં તમને મળશે કુંભમેળાને લગતી તમામ જાણકારી જેમ કે; ક્યાં રોકાશો, ક્યાં ખાશો-પીશો, કેવી રીતે કુંભમેળા સુધી પહોંચશો. કુંભમેળાને લગતી આ તમામ ખબરો અને સ્ટોરીઝની અપડેટ મેળવવા આ Whatsapp Group જોઈન કરો. ઉપરાંત, તમે આ લિંક પર ક્લિક કરીને પણ કુંભમેળાને લગતી ખબરો વાંચી શકો છો.

Captured on CCTV: Miscreants seen stealing silver ornaments in a temple in Amreli| TV9News

FB Comments

TV9 Web Desk3

Read Previous

Help reader survey make mfs better with our reader

Read Next

કુંભ 2019 : અહીં એક વિલામાં એવી છે એવી ખૂબીઓ કે જેના માટે આપે ચુકવવી પડશે એક રાતની 32 હજાર રૂપિયા કિંમત

WhatsApp પર સમાચાર