રસના કંપનીના CMD પીરુઝ ખંભાતાએ કહ્યું, દેશનું એકમાત્ર લક્ષ્ય વિકાસનું જ હોવું જોઈએ

પીરુઝ ખંભાતા, રસના પ્રાઈવેટ લિમિટેડના સીએમડી છે. તેઓએ રસના કંપનીના માધ્યમથી ગુજરાતનું નામ વિવિધ દેશમાં રોશન કર્યું છે. ખાસ કરીને રસના કંપની સોફ્ટ ડ્રિંક બાબતે કામ કરે છે અને ભારત સિવાય વિદેશમાં પણ તેના પ્લાન્ટ આવેલાં છે. ટીવી9 ACE એચિવર્સ એવોર્ડમાં પીરુઝ ખંભાતાએ હાજરી આપીને સંબોધન કર્યું હતું.

ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં રસના કંપનીના 5 પ્લાન્ટ આવેલાં છે. જો વિદેશમાં બિઝનેસની વાત કરવામાં આવે તો રસના કંપનીના પ્લાન્ટ બાંગ્લાદેશ, દૂબઈ, સાઉદી અરેબિયા અને ઈજિપ્ત ખાતે આવેલાં છે. કંપની દ્નારા 11 અલગ અલગ ફ્લેવરમાં સોફ્ટ ડ્રિંક બનાવવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ELECTION POLL: આ સ્પેશિયલ 25 બેઠકનું ગણિત જેના પર સૌ કોઈની નજર છે, તો જાણો દિગ્ગજ નેતાઓમાંથી કોનું શું થશે

આ કંપનીને દુનિયાના ફલક સુધી લઈ જવાના કામમાં કંપનીના સીએમડી પીરુઝ ખંભાતાનો અગત્યનો ફાળો છે. એક સફળ કંપનીના સીએમડી હોવાછતાં તેઓ સમાજના વિવિધ મુદ્દાઓ પર વાત કરે છે. પીરુઝ ખંભાતા લોકોને વ્યસન છોડવા માટે અપીલ કરવા વિવિધ મીડિયાના માધ્યમોમાં નજરે પડતાં હોય છે. આમ એક સારા સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે માટે પણ તેઓ પ્રયત્નશીલ છે.

READ  ફેસબુક પર ફરી ઉઠ્યા સવાલો! 26.7 કરોડ યૂઝર્સનો ડેટા થયો ઓનલાઈન લીક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

TV9 દ્વારા પ્રતિભાશાળી લોકોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રસના કંપનીના સીએમડી પીરુઝ ખંભાતાએ પણ હાજરી આપી હતી. ટીવી9એ આરોગ્ય, ઉદ્યોગક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ પીરુઝ ખંભાતાને સન્માન કરીને બિરદાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મુખ્યમંત્રીએ મીડિયાને આપી ચેતવણી, જાહેરાત જોઈએ છે તો અમારા સમાચાર બતાવો

 

પીરુઝ ખંભાતાએ ટીવીનાઈનનો આભાર માન્યો હતો. આ સિવાય પીરુઝ ખંભાતાએ કહ્યું કે દેશનું લક્ષ્ય  વિકાસનું જ હોવું જોઈએ. તેઓએ કહ્યું કે આગામી 10-20 વર્ષમાં આપણે વિશ્વનું નંબર 1 નેશન બનીએ. આમ પીરુઝ ખંભાતાએ દેશને આગળ આવવા માટે દરેક સેક્ટરમાં આગળ આવવું પડશે તેવી વાત કરી છે. ટીવી9 એચિવર્સ એવોર્ડમાં 41 હસ્તીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે.

 

Oops, something went wrong.
FB Comments