પાકિસ્તાનની આ ઈમારતો પર આજે પણ લખાયેલું છે ભારતનું નામ!

ઘણી એવી ઈમારતો પાકિસ્તાનમાં આવેલી છે જેમાં આજે પણ ભારતનું નામ લખાયેલું છે. આ ઈમારતો આઝાદી પહેલાની છે અથવા તો ભારત સરકાર દ્વારા તેને પાકિસ્તાન પાસેથી ખરીદી લેવામાં આવી છે.

પાકિસ્તાનના કરાચી અને લાહોરમાં આજે પણ કેટલીક એવી ઈમારતો આવેલી છે જ્યાં ભારતનું નામ અંકિત છે. આ ઈમારતો પહેલાં ભારત સરકારની માલિકી હતી અથવા હિન્દુ માલિકોની હતી. જેમાં આજે પણ ભારતના અવશેષો જોવા મળે છે અને ભારતનું નામ પણ કંડારેલું છે. હાલ પાકિસ્તાન સરકાર આ ઈમારતોને પોતાના અલગ -અલગ સરકારી કામ માટે ઉપયોગ લઈ રહી છે. જ્યારે પાકિસ્તાનમાં કેટલીક સંપત્તિ ભારત સરકારે ખરીદી લીધી છે.

1. સ્ટેટ બેંક મ્યુઝિયમ

પાકિસ્તાનમાં આવેલી સ્ટેટ બેંકના મ્યુઝિયમમાં પણ ભારતનું નામ છે. સ્ટેટ બેંક મ્યુઝિયમ લખેલું છે તેની પાછળ ધ્યાનથી જોતા તમને આ નામ દેખાશે. આ બેંક આઝાદી પહેલાં શરુ કરવામાં આવી હતી અને તેમાં મોટેભાગે ભારતના વેપારીઓના પૈસા લાગ્યા હતા.

2. કરાચી વુમન્સ કોલેજ


કરાચી ખાતે આવેલી મહિલા કોલેજમાં આજે પણ ઈન્ડિયન ગલ્સૅ કોલેજ લખેલું છે. આ કોલેજની શરુઆત 1920માં એક પારસી દ્વારા કરવામાં આવી હતી. તમે આ તકતીમાં જમશેદ મહેતાનું નામ પણ જોઈ શકો છો.

આ પણ વાંચો: WORLD CUP-2019: તમે ઉપરથી નીચે થઈ જશો તો પણ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચની ટિકિટ નહીં મેળવી શકો

3. સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંક


પાકિસ્તાનના કરાચીમાં આવેલી સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંક પણ ભારત સરકારની સંપત્તિ હતી. આઝાદી બાદ ભારત સરકારે ચાર્ટડ બેંક ઓફ ઈન્ડિયાનો વિલય ઈલાહાબાદ બેંકમાં કરી દીધો હતો. આ બિલ્ડીંગને 1906માં મુંબઈના વેપારીઓ દ્વારા ખોલવામાં આવી હતી. આઝાદી પછી પાકિસ્તાને આ બેંકનું નામ યુનાઈડેટ બેંક લિમિટેડ રાખી દીધું.

 

4. ભારત સરકારની સંપત્તિ


કરાચીમાં એક સંપત્તિ જે ભારતે ખરીદી લીધી છે. પહેલાં આ પરિસરમાં ભારત સરકારનો દૂતાવાસ હતો. જેને 1980માં બંધ કરી દેવાયો. આ સંપત્તિ આજે પણ ભારત સરકારની છે અને આવી ત્રણ સંપત્તિ પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના નામે આવેલી છે.

 

Juthal village of Maliyahatina receives heavy rain, people happy | Junagadh - Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન હોબાળો, વાહનો પર ફેંકાયા ડંડાઓ, પોલીસનો લાઠીચાર્જ

Read Next

સાબરકાંઠાની આ કહાનીઃ 14 વર્ષના સંદિપનો મગરે પગ પકડ્યો અને પછી આવી રીતે બચી જિંદગી

WhatsApp પર સમાચાર