આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ના ખેડવા ચેતવણી

ચોમાસાની શરૂઆતને લઈને મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં શનિવાર, રવિવાર અને સોમવારે ભારે વરસાદ થવાની સંભાવના છે. તે દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ભારે પવનો સાથે વરસાદ થઈ શકે છે.

2 થી 3 દિવસ સુધી સતત આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે અન્ય ઘણાં વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે પણ આવનારા 2 દિવસમાં આ સ્થિતીમાં પણ ફેરફાર પણ થઈ શકે છે. ત્યારે મરાઠવાડામાં શુક્રવાર રાતથી ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તેની સાથે જ બીડ, ઔરંગાબાદ અને નાંદેડમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોણ છે એ IPS અધિકારી કે જેને લઈને પશ્ચિમ બંગાળમાં મચ્યું છે રાજકીય ઘમસાણ અને શું છે તેમની સામેના આરોપો ? જાણો એક CLICKમાં

હવામાન વિભાગ અનુસાર ગુરૂવારથી જ આવનારા 24 કલાકની અંદર ગોવા અને કોંકણના ઘણાં વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ત્યારે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ તેવા સંકેત જોવા મળી રહ્યાં છે. રવિવાર સુધી પુણે અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Facebook યૂઝર્સને આપી રહ્યું દર મહિને રૂ.1,424, જાણે કેમ અને કેવી રીતે મળી શકે છે તમને પણ આ રકમ

 

 

હવામાનમાં થતાં ફેરફારને જોતા મહારાષ્ટ્ર સરકારે શુક્રવાર સાંજે અરબ સાગરમાં માછીમારોને ઉતરવા પર ચેતવણી આપી છે. સાથે જે ખેડૂતોને પણ સલાહ આપવામાં આવી છે કે તે વાવણીનું કામ પણ ઝડપી ખત્મ કરે.

આ પણ વાંચો: CJI રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને લખી 3 ચિઠ્ઠીઓ, ચિઠ્ઠીમાં કરી આ વાત

 

Oops, something went wrong.
FB Comments