તમામ બૉલિવૂડ સ્ટાર્સને પાછળ પાડી દીધા તૈમૂરે! એક ફોટોની કિંમત સાંભળીને રહી જશો દંગ!

The rate of Taimur Ali Khan's photos is higher than any superstar
The rate of Taimur Ali Khan's photos is higher than any superstar

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો આ લાડલો નવાબ જન્મથી જ ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂક્યો છે, તેમાં કોઈ બેમત નથી. પોતાની ક્યૂટનેસ અને આગવી અદાઓથી સૌનું દિલ જીતી લેનાર તૈમૂર અલી ખાન બૉલિવૂડના મનપસંદ સ્ટાર કિડ્સમાંથી એક છે.

તૈમૂરનો ચાહકવર્ગ કોઈ સુપરસ્ટારથી ઓછો નથી, અને એટલે જ તો તેનો કોઈ પણ નવો ફોટો આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આ ફોટોઝની કિંમત શું હોય છે?

READ  શું PoKમાં ગઈકાલે રાત્રે કંઇક થયું ? શું ભારતીય વાયુસેનાના AIRCRAFTSએ LoC ક્રૉસ કરી કોઈ કાર્યવાહી કરી ?
Taimur Ali Khan with Dad Saif Ali Khan & mom Kareena Kapoor Khan
Taimur Ali Khan with Dad Saif Ali Khan & mom Kareena Kapoor Khan

જી હા, ફોટોગ્રાફર્સ બૉલિવૂડ સ્ટાર્સના ફોટોઝની મીડિયા હાઉસીસ પાસેથી મોટી રકમ વસૂલતા હોય છે. આ વાતનો ખુલાસો ખુદ તૈમૂરના પિતા સૈફ અલી ખાને ‘કૉફી વિથ કરન’ કાર્યક્રમમાં કર્યો છે.

Saif revealed that Taimur's rate is Rs.1500 per picture amongst paparazzi
Saif revealed that Taimur’s rate is Rs.1500 per picture amongst paparazzi; Courtesy- Hotstar

હાલમાં જ ‘કૉફી વિથ કરન’માં સૈફ અલી ખાન અને સારા અલી ખાન પહોંચ્યા હતાં જેમાં તૈમૂર અલી ખાનની ક્યૂટ હરકતો અને પોઝની ચર્ચા કરી. તે ચર્ચા દરમિયાન જ સૈફ અલી ખાને તૈમૂરના ફોટોગ્રાફ્સ અંગે આ રસપ્રદ ખુલાસો કર્યો અને કહ્યું કે તૈમૂરના એક ફોટોની કિંમત રૂ.1500 છે જે બૉલિવૂડના કોઈ અન્ય સ્ટારના ફોટોની કિંમતથી વધારે છે. સૈફે જણાવ્યું કે તેને આ અંગે સસરા રણધીર કપૂરે જાણ કરી હતી જે જાણીને તેઓ પણ દંગ રહી ગયા હતા.

READ  ક્યારેય ન ધોવાય તેવો ડાઘ લગાવી ગયો રંગીન મિજાજ, જેટલું સન્માન મળ્યું, તેનાથી અનેક ગણા ધિક્કારનો બન્યો ભોગ

 

Saif revealed that Taimur's rate is Rs.1500 per picture amongst paparazzi
Saif revealed that Taimur’s rate is Rs.1500 per picture amongst paparazzi; Courtesy- Hotstar

જોકે સૈફે કહેવા તૈમૂરના એક ફોટાની કિંમત પર કરણ જૌહરે શંકા વ્યક્ત કરી હતી. કરણના મતે આ કિંમત રૂ.1500 નહીં પરંતુ તેનાથી વધારે હશે.
થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં સૈફે મજાક-મજાકમાં તૈમૂર થકી પૈસા કમાવાની પણ વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે જો કોઈ કંપની ડાઈપર્સની જાહેરાતની ઓફર કરશે તો તેઓ તૈમૂરને કાસ્ટ કરશે.

FB Comments