કલમ 370ને લઈ મોટો દિવસ, કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધ પર આજે સુપ્રીમ કોર્ટ આપશે નિર્ણય

જમ્મૂ-કાશ્મીરને લઈ આજે મોટો દિવસ છે. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મૂ-કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધની વિરૂદ્ધ દાખલ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય સંભળાવશે. જેમાં નેતાઓને આવવા-જવાનો પ્રતિબંધ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ સહિતની વગેરે અરજીઓ સામેલ છે. 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કલમ 370ને નાબૂદ કર્યા પછી અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જુઓ VIDEO

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અનુરાધા બસિન સહિત ઘણા અન્ય નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં પ્રતિબંધની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. જમ્મૂ-કાશ્મીરમાં હાલ કોઈ નેતાને જવાની પરવાનગી નથી. ઈન્ટરનેટ, મોબાઈલ કોલિંગની સુવિધા પર ઘણા પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી, જસ્ટિસ બી.આર.ગવઈની બેંચ આ મામલે નિર્ણય સંભળાવશે.

READ  અત્યારે માની લો ઈન્કમટેક્ષ વિભાગની વાત પછી પસ્તાવું પડશે, કરી લો 31 માર્ચ સુધી પાનકાર્ડથી જોડાયેલ આ કામ પાછળથી દોડવું પડશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સરકાર તરફથી ઘણી સેવાઓમાં છુટ આપવામાં આવી હતી. જેમાં 40 લાખ પોસ્ટપેડ સેવાઓ, હોસ્પિટલમાં ઈન્ટરનેટ, કલમ 144માં છુટ સહિત સામેલ હતું. ત્યારે આ અરજીઓ સિવાય સુપ્રીમ કોર્ટમાં કલમ 370ને લઈને પણ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે.

READ  ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, પ્રથમવખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા ઠાકરે પરિવારના સભ્ય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

22 suspected coronavirus patients tested negative , Rajkot | Tv9GujaratiNews

FB Comments