સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: કોર્ટે FRC મામલે 40 વિદ્યાર્થીઓના બચાવ્યા ભવિષ્ય, કરોડો બાળકોને મળશે આ નિર્ણયનો ફાયદો

ફિ રેગ્યુલેશન કમિટી(FRC)ના નિયમો નહીં પાળનારી અમદાવાદ સહિત રાજ્યભરની સ્કૂલોને સુપ્રીમ કોર્ટે મારી છે લપડાક વાલીઓનો વિજય થયો છે તો વધુ ફી વસુલવા માંગતી અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન સ્કુલને પણ સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે શાળાને ફટકાર લગાવતા કહ્યું છે કે તમે શાળા છો, વેપારી નથી. શાળાએ ટર્મીનેટ કરેલા તમામ વિદ્યાર્થીઓને તાકીદ પર લેવાનો હુકમ કર્યો છે. જે સ્કૂલો FRCના નિયમનું પાલન નથી કરી રહી તેને પણ FRCના નિયમોનું પાલન કરવાનો પણ આદેશ આપ્યો છે. જે શાળાઓ નિર્ણય વિરૂધ્ધ જશે તેની સામે કાર્યવાહી થશે.

 

READ  Fake SIM card racket busted in Mumbai - Tv9 Gujarati

નોંધનિય છે કે અમદાવાદની ગ્લોબલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે વાલી મંડળે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

ગુજરાત સરકારે ખાનગી શાળાઓની ફીને અંકુશમાં રાખવા માટે વર્ષ 2017માં ફી નિર્ધારણ કાયદો પસાર કર્યો હતો. આ કાયદાની વિરુધ્ધમાં મોટાભાગની ખાનગી સ્કૂલોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને સરકાર દ્વારા નક્કી કરાયેલી ફીને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. શાળાઓની દલીલ એવી છે કે સુપ્રીમ કોર્ટમાં અમારો કેસ પેન્ડિંગ હોવાથી વાલીઓએ જૂના ધોરણ મુજબની ફી જ ભરવી પડશે.

READ  નાના બાળકો સાથે રોજ મોર પણ આવે છે શાળાએ ભણવા, જુઓ વિદ્યાર્થીઓ સાથે મોરની મસ્તીનો VIDEO

આ મુદ્દે અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ગ્લોબલ સ્કૂલે પોતાની નક્કી કરેલી ફી ન ભરનારા 40થી વધુ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ ન આપીને તેમના એડમિશન રદ કરી દીધા હતા. આ મુદે વાલીઓએ FRCને રજૂઆત કરતા કમિટીએ શાળાને નોટિસ ફટકારી હતી. વાલીઓ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ રજૂઆત કરી હતી.

 

11 more tested positive for Coronavirus in Gujarat today | Tv9GujaratiNews

FB Comments