પંજાબના CMએ કહ્યું કે પાકિસ્તાન નહીં જાય પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

મનમોહન સિંહ પાકિસ્તાન જશે એવી ચર્ચાઓનો અંત અમરિંદર સિહે લાવી દીધો છે. કરતારપુર કોરિડોર ખાતે પાકિસ્તાનમાં મનમોહન સિંહ હાજરી આપશે આ વાતને પંજાબના CM દ્વારા નકારી કાઢવામાં આવી છે.

તેઓએ કહ્યું કે કરતારપુરના ઉદ્ધાટન સમારોહમાં જવાનો કોઈ સવાલ જ ઉઠતો નથી. મને લાગે છે કે ડૉ. મનમોહન સિંહ પણ ત્યાં નહીં જાય.

READ  ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં 5, પારડી, ગણદેવી, કામરેજ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલાં પંજાબ સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે મનમોહનસિંહ પહેલી શીખ ટુકડીમાં અમરિંદર સિંહની સાથે પાકિસ્તાનમાં કરતારપુર ખાતે જશે. ભારતની તરફથી આયોજીત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ નિમંત્રણ આપવા અમરિંદર સિંહ પોતે જ દિલ્હી પહોંચ્યા હતા.

READ  NRCનું ફાઈનલ લિસ્ટ થયું જાહેર, 19 લાખ લોકોના નામ નહી

મનમોહન સિંહ પાકિસ્તાન જશે કે નહીં આ બાબતે કોઈ આધિકારીક નિવેદન આવ્યું નથી. આમ નેતાઓ વિવિધ નિવેદનો આપી રહ્યાં છે.  હવે એ જોવું રહ્યું કે મનમોહનસિંહ પાકિસ્તાન જશે કે નહીં?

 

Oops, something went wrong.
FB Comments