કોરોનાનો કહેર: જાણો થર્મલ સ્કેનરની મદદથી કેવી રીતે વાઈરસની જાણ થાય છે?

thermal-scanner-installed-on-airports-to-detect-corona-virus-know-how-it-is-work

ચીનમાં કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી ગયો છે. અન્ય વ્યક્તિઓને ચેપ ના લાગે તે માટે અલગ હોસ્પિટલ ચીન ખાતે બનાવવામાં આવી રહી છે. આ તમામ ખબરોની વચ્ચે તમે એક શબ્દ સાંભળ્યો હશે. કોરોના વાઈરસની સુરક્ષાને લઈને એરપોર્ટ પર થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે. અમે તમને જણાવીશું કે કેવી રીતે આ થર્મલ સ્કેનર કામ કરે છે અને તેના લીધે કેવી રીતે વાઈરસની જાણકારી મેળવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

thermal-scanner-installed-on-airports-to-detect-corona-virus-know-how-it-is-work

આ પણ  વાંચો :   કોણ છે એ યુવક જેને જામિયામાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન કર્યું ફાયરિંગ, જુઓ PHOTOS


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવીશું, બીનજરૂરી અવરજવર નહીં ચલાવી લેવાય: શિવાનંદ ઝા

 

 

પ્રસિદ્ધ વૈજ્ઞાનિક એન કોલિને જણાવ્યું કે આ સ્કેનર સ્વસ્થ વ્યક્તિ અને વિષાણુ ગ્રસ્ત વ્યક્તિમાં રહેલાં અંતરને સ્પષ્ટ કરી દે છે. થર્મલ સ્કેનરની ખાસ વાત એ છે કે આ સ્કેનરમાંથી જે પણ તરંગો નીકળે છે તેની માનવશરીર પર કોઈ જ અસર થતી નથી. જો કે આ સ્કેનરનો ઉપયોગ કોઈ નિષ્ણાંત દ્વારા જ થવો જોઈએ. આમ વૈજ્ઞાનિક કોલિનના જણાવ્યા અનુસાર સ્કેનર દ્વારા કોઈ વાઈરસ વિશે પ્રાથમિક જાણકારી મેળવી શકાય છે.

READ  કલમ 370 મુદ્દે કોંગ્રેસી સાંસદે કંઈક એવું કહ્યું કે સોનિયા ગાંધી પણ ભડક્યા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

thermal-scanner-installed-on-airports-to-detect-corona-virus-know-how-it-is-work

ડૉ. હર્ષવર્ધન જે દેશના સ્વાસ્થ્ય મંત્રી છે તેને પણ આ સ્કેનર અંગે લોકોમાં જાગૃકતા આવે તે અંગે વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં જે લોકો વિદેશથી આવી રહ્યાં છે તેની તપાસ સ્કેનરના માધ્યમથી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના શરીરનું તાપમાન વધારે જણાઈ તો સ્કેનરમાં દેખાઈ આવે છે. તેના આધારે તે વ્યક્તિને અન્ય શારીરિક તબીબી તપાસ માટે મોકલવામાં આવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં આ કોરોના વાઈરસગ્રસ્ત કોઈ આવી ન જાય અને તેનો ફેલાવો વધારે ના થાય તે માટે 20 એરપોર્ટ પર આવા સ્કેનર લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 38 હજાર લોકોની સફળતાપૂર્વક તપાસ કરાઈ હોય તેવી પણ જાણકારી મળી રહી છે. કોરોના વાઈરસ જો કોઈના શરીરમાં હોય તો તેના લીધે શરીરનું તાપમાન વધી જાય છે. આથી જો તે વ્યક્તિ સ્કેનરમાંથી પસાર થાય તો શરીરના વધેલાં તાપમાનની જાણકારી સ્કેનર તરત જ આપી દે છે. આથી તે મુસાફરની વધુ તબીબી તપાસ કરવામાં આવે છે અને જરૂર પડે તેને સારવાર માટે દાખલ કરાઈ છે.

READ  લોકડાઉનની અસર વર્તાઈ સુરતના વેપાર ઉદ્યોગ ધંધા રોજગાર ઉપર, કેવી રીતે ચૂકવવા રોજબરોજના ખર્ચાની વેપારી-દુકાનદારોને ચિંતા

 

Oops, something went wrong.
FB Comments