માસ્ક પહેર્યું હશે છતાં લોકો તમારો ચહેરો જોઈ શકશે, જુઓ આ નવા માસ્કની ખાસિયત

These Face Masks will not hide your identity, Surat

પારુલ મહાડિક | સુરત,  લોકડાઉનના કારણે નાના ધંધા વ્યવસાયમાં મોટી ખોટ આવી છે. ખાસ કરીને લગ્નસરામાં કોરોનાનું ગ્રહણ લાગતા સૌથી માઠી અસર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બિઝનેસને પણ પડી છે. સુરતના ફોટોગ્રાફર્સે યુનિક રસ્તો અપનાવી આત્મનિર્ભર બનવા નવો જ નુસખો અપનાવીને ટ્રેન્ડ શરૂ કર્યો છે. તેઓ  ફોટો ફેસ માસ્ક બનાવી રહ્યાં છે અને તેને પ્રસિદ્ગી પણ મળી રહી છે.  આમ પણ લોકો હવે ચીલાચાલુ માસ્કથી કંટાળી ગયા છે. લોકો માસ્કમાં પણ કંઈ નવીનતા શોધી રહ્યા છે આ જ કારણથી માર્કેટમાં ખાદી માસ્ક, ડિઝાઈનર માસ્ક, મેચિંગ માસ્ક આવી ગયા છે. આ ફોટો માસ્કનો ફાયદો એ છે કે તેને પહેર્યા બાદ કોઈ ઓળખી પણ નહીં શકે કે વ્યક્તિએ માસ્ક પહેર્યું છે કે નહીં!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ દ્વારા મંત્રીઓ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું કર્યુ નિરીક્ષણ

READ  દેશમાં કોરોનાથી 24 કલાકમાં 16 લોકોના મોત, પોઝિટિવ કેસનો આંકડો 1,345ને પાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ માટે વ્યક્તિના ફોટાનો અડધો ભાગ લઈને માસ્ક તૈયાર કરવામાં આવે છે તે પછી તેને 3D ઇફેક્ટ આપવામાં આવે છે. માસ્કમાં વપરાતું કપડું પણ વોશેબલ હોય છે અને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. હાઇજીન કહી શકાય એવા આ માસ્કની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે.

READ  વરસાદ એક દિવસ મોડો આવવાને લીધે દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી અને પાણીની મોટી સમસ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments