ડુંગળી નથી ખાતા તો ખાવાનું શરુ કરી દો, આ બિમારીઓથી મળશે છૂટકારો અને નહીં જવું પડે ડૉક્ટરની પાસે

ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવામાં આવે છે અને તેના ફાયદાઓ જાણીને તમે પણ તેનું રોજ સેવન કરવાનું શરુ કરી દેશો. ડુંગળીને ખાસ કરીને ગરમીની ઋતુમાં ખાવી જોઈએ તેનાથી શરીરમાં લૂ લાગવાથી રાહત મળે છે.

કાચી ડુંગળી ખાવાથી કેટલી બિમારીઓ થતી જ નથી પણ તેને કેવી રીતે ખાવી જોઈએ તેના વિશે પણ જાણવું જોઈએ. આ કેવી રીતે ખાવાથી અને કઈ બીજી વસ્તુની સાથે ડૂંગળીને ખાવાથી બિમારીથી છુટકારો મળે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે તે જાણવું જરુરી છે.

READ  શું કેતન ઈનામદારનું રાજીનામું ભાજપમાં ભંગાણની શરૂઆત છે? આ નેતાઓ પણ પરેશાન

1. લૂ લાગવાથી બચાવે
કાચી ડુંગળી ખાવાથી ઉનાળામાં સૌથી મોટો ફાયદો એ છે કે લૂ લાગતી નથી. જો લૂ લાગી હોય તો પણ ડુંગળીનો રસ પીવાથી રાહત થાય છે.

2. પેટની બિમારીઓ માટે ઉપયોગી
ડુંગળીનો રસ પીવાથી પેટને લગતી બિમારીઓથી છૂટકારો મળે છે અને શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

 

 

3. બ્લડ શુગરમાં ફાયદાકારક
જે લોકો ડાયાબિટીસની બિમારીથી પીડાઈ છે જો તે ડુંગળીનું સેવન કરે તેમાં ફાયદો થઈ શકે છે. ખાસ કરીને બ્લડ શુગર ડુંગળી ખાવાથી કંટ્રોલમાં રહે છે.

READ  ડુંગળીના ભાવને કાબૂમાં લેવા માટે સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, વાંચો ખબર

4. પથરીથી છૂટકારો
ડૂંગળીનો રસ કાઢીને તેને ખાંડ સાથે મેળવીને પીવાથી પથરીના દુ:ખાવામાં રાહત થાય છે અને પથરી પેશાબના માર્ગે બહાર નીકળી જાય છે.

આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

5. શરદી-ઉધરસમાં રાહત
ડૂંગળીની તાશીર ગરમ ગણવામાં આવે છે જેના લીધે ડુંગળી ખાવાથી શરદી અને ઉધરસથી છૂટકારો મળે છે.

READ  વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો

આમ ગરીબોની કસ્તુરીનું સેવન ઉનાળામાં કરવું જોઈએ. જે લોકો દરરોજ દવા લેતા અને હોય અને ખાસ બિમારીથી પિડાતા હોય તેમને પોતાના ડૉક્ટરની સલાહ લીધા બાદ ડુંગળીનું સેવન કરવાની સલાહ છે.

 

Top 9 Gujarat News Of The Day : 24-02-2020 | Tv9GujaratiNews

FB Comments