ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આ 4 ધારાસભ્યો રાજીનામું આપશે

લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને ભારતમાં ભાજપે એકલા હાથે પોતાની તાકાત બતાવી છે. ગુજરાતમાં પણ ભાજપ 26 લોકસભાની બેઠકોમાંથી 26 બેઠકો પર વિજય મેળવવામાં સફળ રહી છે. ગુજરાતમાં ચાર સીટીંગ ધારાસભ્યે પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને તેમાં તેનો વિજય થયો છે.

આ ચાર ધારાસભ્યો જે લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે તેમાં થરાદમાંથી ધારાસભ્ય હતા તે પરબતભાઈ પટેલ બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીત્યા છે. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભા જીતીને પટેલ હસમુખભાઈ અમરાઈવાડી વિધાનસભા બેઠકથી પોતાનું રાજીનામું આપશે.

 

READ  ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, છેલ્લા 8 વર્ષમાં સૌથી ઉંચુ પરિણામ આવ્યું

ખેરાલુના ધારાસભ્ય ડાભી ભરતસિંહ પણ પાટણથી લડ્યા હતા અને તેમણે લોકસભાની જીત મેળવી છે અને હવે તેઓ પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપશે. લુણાવાડાના ધારાસભ્ય રાઠોડ રતનસિંહ પણ લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ બેઠક પરથી જીત્યા છે અને તેના લીધે તેઓ લુણાવાડાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.

 

Oops, something went wrong.
FB Comments