કોરોના વાઈરસ : જાણો ગુજરાતમાં કુલ કેટલાં કેસ નોંધાયા અને કેવી છે તૈયારી?

jano gujarat ma kevi chhe corona virus ni same taiyari

રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો વધીને 2 થઈ ગયો છે. સુરતમાં એક એક વૃદ્ધના મોત બાદ ગઇકાલે રાત્રે અમદાવાદમાં પણ એક વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. મૃતક મહિલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગઇકાલ સુધી રાજ્યમાં પોઝિટિવ કેસની નોંધાયેલી સંખ્યા 39 થઈ છે. ગઇકાલ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં નવા 1-1 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં અમદાવાદની મહિલા દુબઈથી આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું કે રાજ્યમાં ક્વૉરન્ટાઈન ભંગ બદલ 147 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કુલ 20688 લોકો ક્વૉરન્ટાઈન હેઠળ છે. 400થી વધુ લોકો સરકારી ક્વૉરન્ટાઈન હેઠળ અને 20 હજાર 220 લોકો હોમ ક્વૉરન્ટાઈન હેઠળ છે  તો 1 કરોડ 7 લાખ 62 હજાર લોકોનો સર્વે કરાયો છે અને હાલ ટેલિફોનિક સર્વે પણ ચાલુ છે. હેલ્પલાઇની વાત કરીએ તો 104 નંબર હેલ્પલાઈન પર એક જ દિવસમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે.

READ  ભારતના પ્રખ્યાત મંદિરના 592 કરોડ રુપિયા ફસાયા યસ બેંકમાં, જાણો વિગત

આ પણ વાંચો :  કોરોના વાઈરસના લીધે અમદાવાદમાં થયું પ્રથમ મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 2 થયો

Special isolation ward prepared at Rajkot Civil hospital as a part of precaution against COVID 19

 

રાજકોટમાં 40 વર્ષના 1 સ્થાનિક પુરૂષને પોઝિટિવ છે. તેમની સ્થિતી સ્થિર છે. આજે  131 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  જેમાંથી 110ના રીઝલ્ટ આવી ગયા છે.  આ રિઝલ્ટમાં  1 કેસ પોઝિટિવ આવ્યો છે.  20,220 હોમ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.  હોમ ક્વોરન્ટિનનું ઉલ્લંઘન કરનારા 430 લોકોને સરકારી હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે.

READ  ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્વોરન્ટાઈનના ભંગ બદલ 147 ફરિયાદ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે  15 હજારથી વધુ કોલ રોજ 104 હેલ્પલાઈન નંબર પર આવે છે. 1 કરોડ 7 લાખ 62 હજાર 12 લોકોનો સર્વે કરાયો છે તો  4 સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ 4 મહાનગરોમાં બનાવાશે જે માટે વેન્ટિલેટર ખરીદવાની પ્રક્રિયા કરાઈ રહી છે. 5 મેડિકલ કોલેજમાં કોવિડ ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. 6થી 15 દિવસ વ્યક્તિને સાજા થતાં થાય છે. 6 દિવસ પછી લક્ષણ ના હોય તો પણ તેનો ફરીથી ટેસ્ટ કરાય છે. દેશભરમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 606 થઈ ગઈ છે. 12 લોકોના મોત તો 46 લોકો કોરોના વાઈરસથી સાજા થઈ ગયા છે.

READ  ગુજરાતની આ કોલેજો પોતાનાજ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને છે બેદરકાર, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ગુમાવવી પડી રોજગારીની તક

 

Oops, something went wrong.
FB Comments