ભારતના સંરક્ષણ હથિયાર જોઈ ગભરાયુ પાકિસ્તાન, વિશ્વના દેશો પાસે માગી રહ્યું છે મદદ.

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલી સંરક્ષણ ડીલ થી પાકિસ્તાનમાં ડરનો માહોલ છવાયેલો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીનું કહેવું છે કે, જો ભારતને ઘાતક હથિયારની ખરીદી કરતા રોકવામાં નહી આવે તો, તે દુનિયા માટે ખતરો બની જશે.

આ સંદર્ભે પાકિસ્તાને દુનિયાભરના દેશોને હસ્તક્ષેપ કરવા મદદ માંગી છે. કુરૈશીનું કહેવુ છે કે, રશિયાથી ખરીદી કરવામાં આવેલી S-400 હથિયાર દુનિયા માટે જોખમ છે. ભારતે ગયા વર્ષોમાં રશિયા પાસેથી 5.43 અરબ ડોલરની ડીલ કરી S-400ની ખરીદી કરી હતી. આ ડીલ થયા બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. 2020 સુધીમાં ભારતને S-400 હથિયાર મળી જશે. S-400 લાંબી રેન્જની ઍર ડિફેન્સ સિસ્ટમ છે. જે દુશ્મનના કોઈ પણ લડાકૂ વિમાન અને મિસાઈલને તોડી પાડવા માટે સક્ષમ છે.

READ  આજે વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી પ્રચારનો સૌથી મોટો કાર્યક્રમ કરશે શરૂ, દેશના 500 શહેરો પર થશે 'મેં ભી ચોકીદાર' અભિયાન શરૂ

ભારતે રશિયા સાથે અન્ય એક સંરક્ષણ ડીલ કરી પરમાણુ ક્ષમતા ધરાવતી સબમરીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ સબરમિન ભારને 3 અરબ ડોલર એટલે કે અંદાજીત 20 હજાર કરોડ રૂપિયામાં રશિયા પાસેથી મળશે.

36 રાફેલ લડાકૂ વિમાન જે ભારત ફ્રાન્સ પાસેથી ખરીદી રહ્યું છે. અંદાજે 59 હજાર કરોડની આ ડીલ બે દેશો વચ્ચે થઈ છે. રાફેલની ઝડપ 2,130 કિલોમીટર પ્રતિ કલાક અને 3700 કિમી સુધી મારક ક્ષમતા ધરાવે છે.

ભારત જે રીતે હથિયારોની ખરીદી કરી રહ્યું છે. તે જોઈએ પાડોસી દેશને એવુ લાગી રહ્યું છે કે, તે ભારત સામે ઘણુ નબળુ છે. માટે પાકિસ્તાન વિશ્વના અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યું છે.

READ  દેશના ગૌરવ અને બહાદુર પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન ભારત પરત ફર્યા આગામી 24 કલાકોમાં તેમની સાથે શું-શું થશે ? જાણો આ ખાસ રિપોર્ટમાં

Oops, something went wrong.

FB Comments