વલ્ડૅકપનો ખિતાબ છઠ્ઠી વખત પોતાના નામે કરવા માટે મેદાને ઉતરશે આ ટીમ

છેલ્લા 2 વર્ષથી ઉતાર-ચઢાવનો સામનો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ વલ્ડૅકપમાં આ વખતે છઠ્ઠી વખત ટ્રોફી તેમના નામે કરવા માટે મેદાનમાં ઉતરશે. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ વન-ડે ટીમ ઓસ્ટ્રેલિયાએ વલ્ડૅકપ ટ્રોફી 5 વખત તેમના નામે કરી છે.

જેમાં 1999થી લઈને 2007 સુધી સતત 3 વખત વલ્ડૅકપ ટ્રોફી તેમના નામે કરી છે. તે પહેલા 1987માં પણ ઓસ્ટ્રેલિયાની ટીમ આ ખિતાબ જીતી ચૂકી છે. તે સિવાય ટીમે વલ્ડૅકપની છેલ્લી ટૂર્નામેન્ટ એટલે કે 2015નો વલ્ડૅકપ પણ તેમના નામે કર્યો હતો.

 

READ  ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું, વિશ્વ કપમાં ભારતીય ટીમની સતત બીજી જીત

વન-ડે વલ્ડૅકપમાં ઓસ્ટ્રેલિયાએ રનમાં સૌથી મોટી જીત અફગાનિસ્તાનની વિરૂધ્ધ દાખલ કરી છે. 2015ના વલ્ડૅકપમાં 275 રનોથી હરાવ્યા હતા. જ્યારે 2003માં 256 રનથી જીત મેળવી હતી. આ તેમની બીજી સૌથી મોટી જીત છે.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે

1975થી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ જીત ભારત અને ઝિમ્બાબ્વેની વિરૂધ્ધ દાખલ કરી છે. તેમને વલ્ડૅકપમાં ભારત પાસે 11 મેચ રમી છે. તેમાં ઓસ્ટ્રેલિયાએ 8 વખત જીત મેળવી છે.

READ  વલ્ડૅકપની શરૂઆત પહેલા જ ભારત માટે આવ્યા ખરાબ સમાચાર

 

One more woman tests positive for coronavirus in Ahmedabad| TV9News

FB Comments