જુનથી ડિસેમ્બર મહિના દરમિયાન હવાઈ મુસાફરી કરી રહ્યાં છો તો વાંચો આ સમાચાર, આ એરલાઈન્સ આપી રહી છે આટલુ મોટુ ડિસ્કાઉન્ટ

ગો એર એરલાઈન્સે તેમના ગ્રાહકો માટે એક સ્પેશ્યિલ ટિકીટ સેલની જાહેરાત કરી છે. તેની હેઠળ કંપની ઓછા ભાવે 10 લાખ સીટો માટે ટિકીટો વેચશે. ટિકીટનો ભાવ 899 રૂપિયાથી શરૂ થઈ રહ્યો છે. 3 દિવસ માટે આ ટિકીટોનું વેચાણ 27મેના રોજથી શરૂ થશે.

ગો એરે જાહેરાત આપીને કહ્યું કે 15 જૂનથી 31 ડિસેમ્બર સુધીની મુસાફરી પર આ ભાવ લાગૂ છે. ગો એરના મેનેજિંગ ડિરેક્ટર જે વાડિયાએ કહ્યું કે આ ટિકીટ વેચાણની જાહેરાત એ સમયે કરવામાં આવી છે જ્યારે દરેક લોકો વધતા ભાવને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. આ ઓફરમાં ગ્રાહકોને જૂનથી ડિસેમ્બરની વચ્ચે મુસાફરીની તારીખ અને સમય પસંદ કરવાની છૂટ રહેશે.

 

ગો એરના મેનેજિંગ ડિરેક્ટરે વધુમાં કહ્યું કે મોટી વાત એ છે કે ‘મેગા મિલિયન સેલ’ એવા સમયે આવી રહ્યો છે. જ્યારે ગ્રાહકો હવાઈ મુસાફરીના ભાવમાં વધારાની ફરિયાદ કરી રહ્યો છે. તે સિવાય ગો એર ઓછામાં ઓછી 2499 રૂપિયાની ટિકીટ ખરીદવા માટે પેટીએમ વોલેટથી પેમેન્ટની ચૂકવણી કરવા પર 500 રૂપિયા સુધીનું કેશ બેક જેવી સુવિધા આપી રહી છે.

આ પણ વાંચો: વલ્ડૅકપની શરૂઆત પહેલા જ ભારત માટે આવ્યા ખરાબ સમાચાર

જ્યારે મિન્ટ્રા એપ્લિકેશન પર ઓછામાં ઓછા 1999 રૂપિયા ખર્ચ કરવા પર પણ ટિકીટ પર 10 ટકાનું સીધુ ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ ઓફર 31 ઓગ્સ્ટ સુધી લાગૂ રહેશે. અત્યારે મુંબઈની એરલાઈન્સ ગો એર અત્યાર સુધી દેશના 24 અને વિદેશોના 4 રૂટ પર 270 ફલાઈટ્સનું સંચાલન કરે છે.

 

Rain in parts of Gujarat brings relief from intense heat | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

વલ્ડૅકપની શરૂઆત પહેલા જ ભારત માટે આવ્યા ખરાબ સમાચાર

Read Next

સુરતની ઘટના બાદ અમદાવાદનું તંત્ર પણ એકશનમાં, જુઓ વીડિયો

WhatsApp પર સમાચાર