શું તમે ધોનીના ફેન છો તો આ રેસ્ટોરન્ટમાં તમને મળશે જમવાનું તદ્દન ફ્રી!

જો તમે મહેન્દ્ર ધોનીના ફેન હોય તો તમારા માટે એક સારી ખબર છે. ધોનીના નામ પર એક રેસ્ટોરન્ટ મફત ખાવાનું ધોનીના ફેનને ખવડાવી રહ્યું છે. રેસ્ટોરન્ટના માલિક પણ પોતે ધોનીના ફેન છે અને ધોનીના માનમાં લોકોને ખાવાનું ખવડાવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  બેંક મેેનેજર બનવું હોય તો કેટલું શિક્ષણ જરુરી છે? જાણો પ્રક્રિયાથી માંડીને પગાર સુધીની તમામ વિગતો

ભારતમાં ધોનીના નામ પર એક રેસ્ટોરન્ટ પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે અને તે ધોનીના સમર્થકોને મફત ખાવાનું પણ ખવડાવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના અલિપુરદ્વાર જિલ્લામાં એક ધોનીના ફેન છે તેઓ જે ધોનીના સર્મથકો હોય તેને પોતાના રેસ્ટોરન્ટમાં મફત ખાવાનું ખવડાવી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રેસ્ટોરન્ટના માલિક શંભુભાઈ છે અને તેમને ત્યાં ચારેબાજુ ધોનીના જ ફોટો છે. તેઓ બાળપણથી ધોનીના ફેન છે અને તેમને ધોની જે રીતે ક્રિકેટ રમે છે તે પસંદ છે. તેમના આ રેસ્ટોરન્ટમાં મોટેભાગે બંગાળી ખાવાનું મળે છે. તેમની ઈચ્છા છે કે એક દિવસ તેઓ જરુરથી ધોનીને મળશે. લોકો અહીં જમવા માટે આવે છે અને જે લોકો પોતાના ધોનીના ફેન ગણાવે છે તેમને જમવાને લઈને એક રુપિયો પણ ચૂકવવાનો થતો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખાસિયતની વાત કરીએ તો આ રેસ્ટોરન્ટમાંથી કોઈપણ જે ધોનીના સર્મથક કે ફેન હોય તે ભરપેટ જમીને જઈ શકે છે અને શંભુલાલ તેમની પાસે એક રુપિયાની પણ માગણી કરતા નથી. આ ઘટનાક્રમ છેલ્લાં બે વર્ષ ચાલી રહ્યો છે. બંગાળના આ જિલ્લામાં જઈને તમે કોઈપણ વ્યક્તિને ધોનીનું નામ પૂછો તો તમને એ વ્યક્તિ આ રેસ્ટોરન્ટ સુધી પહોંચાડી આપશે કારણ કે આ રેસ્ટોરન્ટનું નામ પણ ધોની છે.

 

Ahmedabad: Commuters face tough time with waterlogged roads in Vastral| TV9News

FB Comments

TV9 WebDesk8

Read Previous

રાજસ્થાનમાં ફિલ્મ રામલીલા અને ઈશકઝાદેનો પાર્ટ-2 ભજવાયો, ફિલ્મી સ્ટાઈલથી પ્રેમી યુગલનો આપઘાત

Read Next

VIDEO: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો

WhatsApp પર સમાચાર