ભાર વિનાનું ભણતર! આ દેશના બાળકો 16 વર્ષની ઉંમર સુધી નથી આપતા કોઈ પરિક્ષા

આ દેશમાં બાળકોને હોમવર્ક મળતું નથી અને પરીક્ષાના પેપરની ચકાસણી કરીને તેઓને ટકા પણ આપવામાં આવતા નથી. પરંતુ તમને જાણીને નવાઈ વાગશે કે ત્યાં બાળકો એટલા સક્ષમ છે કે તેઓ પોતાનુ મૂલ્યાંકન જાતે કરે છે.

જો તમે વિશ્વની શ્રેષ્ઠ શાળાઓ વિશે Google પર સર્ચ કરશો તો ફિનલેન્ડ ટોચ પર આવશે. અહીં અમેરિકા, UK,અથવા અન્ય દેશોમની સરખામણીમાં એકદમ અલગ શિક્ષણ પદ્ધતિ ધરાવે છે. ફિનલેન્ડ અત્યાર સુધી દાયકાઓથી આ બાબતે આગળ રહ્યું છે. ફિનલેન્ડની શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓને એક અલગ પ્રકારની સ્વતંત્રતા આપે છે, તેમજ સર્જનાત્મકતા માટે પ્રોત્સાહિત પણ કરે છે.

READ  શિક્ષણ વિભાગનો પરિપત્ર: ધોરણ 5 અને 8માં 2 વિષયમાં E ગ્રેડ હશે તો નાપાસ કરાશે

લોકોનો હેતુ ઉચ્ચ નંબરો કે ટકાવારીની હરીફાઈ ઉભી કરવાનો નથી. આ સિસ્ટમએ તમામ દેશને શીખ આપે છે જે આજે પણ ટકાવારીની હરિફાઈને મહત્વ આપે છે. આવા પરીક્ષા અને સ્પર્ધાના માહોલમાં વિદ્યાર્થી તણાવ અને દબાણ અનુભવે છે.

 

અહીંયા બાળક સાત વર્ષનું હોય ત્યારે, ફોર્મલ સ્કૂલીંગ શરૂ થાય છે. જ્યાં સુધી બાળક 16 વર્ષનું ન થાય ત્યાં સુધી તે કોઈપણ પ્રકારની પરિક્ષામાં બેસી શકે નહીં. સાત વર્ષનું બાળક થાય ત્યાં સુધી દરેક બાળકને પ્રારંભિક શિક્ષણ આપવામાં આવે છે અને તેના ઉછેર પર ધ્યાન આપવામાં આવે છે. જ્યાં પ્રત્યેક બાળક પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ પદ્ધતિમાં મુખ્ય શિક્ષણથી સંપુર્ણ અલગ હોય છે. આમાં તંદુરસ્તી અને સારા વ્યક્તિ હોવા પર તેનો ભાર આપવામાં છે.

READ  2જી અને 13મી જૂલાઈથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા, એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે

આ પણ વાંચો: લગ્ન બાદ પ્રથમ વખત દીપિકા બનશે રણવીરની ઓન-સ્ક્રીન પત્ની, જાણો કઈ ફિલ્મમાં બંને કરશે સાથે અભિનય?

 

ફિનલેન્ડની સિસ્ટમમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે બાળકની સાચી ઊર્જાની ઓળખ થાય. અહીં બાળકો ભાગ્યે જ ઘરે homework કરે છે. અહીં શિક્ષકો પાસે સંપૂર્ણ છુટ છે કે તેઓ તેમના બાળકોને એવી રીતે શીખવી શકે કે તેઓને અભ્યાસ કરવા માટે સરળતા રહે અને પ્રયોગ કરવાની તક મેળવી શકે અને બાળકને અભ્યાસમાં વધારે રસ પડે.

READ  કોંગ્રેસમાં રાહુલ ગાંધી પહેલા મોટી સંખ્યામાં રાજીનામા પડ્યા, દીપક બાબરિયાએ પણ પણ આપ્યું રાજીનામું

 

Oops, something went wrong.
FB Comments