આ નવવિવાહિત દંપત્તીએ 7 ફેરાના 7 સંકલ્પ લીધા બાદ લીધો એવો 8મો સંકલ્પ કે તમામ ગ્રામજનોએ આપ્યા તેમને લાંબા આયુષ્યના આશિર્વાદ

રાજસ્થાનમાં અલવર શહેરની નજીક દાદર ગામના એક નવવિવાહિત દંપત્તીએ વિવાહ ઉત્સવ દરમિયાન સાત ફેરા બાદ નેત્રદાનનો આઠમો સંકલ્પ લીધો.

શનિવારે જ્યારે આ યુવતીની વિદાય થઈ ત્યારે નવ વિવાહિત દંપત્તીએ નેત્રદાનનો સંકલ્પ કર્યો.

આ કપલની આ પહેલને માત્ર આ ગામના જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના લોકોએ બિરદાવી. લગ્ન બાદ દુલ્હા દુલ્હન માટે તમામ લોકોએ લાંબા આયુષ્યની કામના કરી.

READ  ચાઈનીઝ તુક્કલના કારણે ચાણસ્માના પાંજરાપોળમાં લાગી આગ, ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

ખુદનપુરી નિવાસી અનિલ કુમાર તેમજ અલવર શહેરના દાદર ગામ નિવાસી અંજૂ વર્માએ લગ્નને ખાસ બનાવવા અને સામાન્ય લોકોને નેત્રદાનનું મહત્ત્વ સમજાવવા આ પ્રયાસ હાથ ધર્યો.

 

દુલ્હા અનિલનું કહેવું છે કે આજકાલ હર કોઈ પોતાના લગ્નને ખાસ બનાવવા કંઈક નવુ કામ કર્યા કરે છે. હું પણ લગ્નને યાદગાર બનાવવા માગતો હતો. અને એટલે નેત્રદાનનો વિચાર આવ્યો.

READ  ગમે ત્યારે તમારી આંખ ફરકે છે? કેટલું શુભ-અશુભ છે આંખોનું ફરકવું? જાણો 5 કારણો અને 5 ઉપાયો

નેત્રદાન કરવા ગયા મહિને આઈ બેંક રાજસ્થાનનો સંપર્ક કર્યો. તેમનું કહેવું હતું કે તેઓ દેહદાન કરવા માગતા હતા પરંતુ અલવરમાં મેડિકલ કોલેજમાં સુવિધા ન હોવાના કારણે તેમનું આ સપનુ અધૂરું રહી ગયું અને ત્યારબાદ નેત્રદાનનો વિચાર આવ્યો. સૌથી ખાસ વાત તો એ રહી કે આ અંગે દુલ્હા-દુલ્હને તેમના પરિવારજનોને પણ નહોતું કહ્યું.

READ  કોરોનાના સંકટ વચ્ચે WHOમાં ભારતને મળશે મોટી જવાબદારી, ચીનની વધી શકે છે મુશ્કેલી!

ફેરા ફરતી વખતે જ રાજસ્થાન આઈ બેંક અલવર શાખાના કોર્ડિનેટર હર્ષકુમાર શર્માએ તેમનો સંકલ્પપત્ર ભરાવ્યો. આ સંકલ્પપત્ર પર 2 સાક્ષીઓની સહી લીધી અને આઈ બેંકને મોકલી આપ્યો.

દુલ્હા અનિલકુમાર દુકાન ધરાવે છે અને બીકોમ બાદ ટેક્સટાઈલ ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કર્યું છે જ્યારે પત્ની અંજૂએ 12મા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે.

[yop_poll id=1273]

Oops, something went wrong.
FB Comments