આ માછીમારે કર્યું કંઈક એવું કામ જે દેશમાં કોઈ ન કરી શક્યું, સરકાર પણ આપવા જઈ રહી છે પદ્મશ્રી એવોર્ડ

ખાલી 500 રૂપિયા રોકયા અને ‘સુલ્તાન’ બની ગયા લાખોપતિ. સફળતાના આ શિખર સુધી પહોંચવા તેમણે જે રસ્તાઓ અપનાવ્યા, તેના માટે સરકાર તેમને પદ્મશ્રી એવોર્ડ આપવા જઈ રહી છે.

તેઓ માછીમારીના ક્ષેત્રે દેશ અને વિદેશોમાં જાણીતા છે. આજ કારણે તેમને પદ્મશ્રી આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. બી.એ પાસ કર્યા પછી 56વર્ષના સુલ્તાન સિંહે લગભગ 30 વર્ષ પહેલા 500 રૂપિયામાં તળાવ ભાડે રાખીને માછીમારી શરૂ કરી હતી. પહેલી વારમાં 25 હજાર રૂપિયાનો ખર્ચ કરીને તેમણે જે કામ કર્યું તેમાં તેમણે 1.5લાખ રૂપિયાની બચત કરી હતી. બસ, ત્યારથી તેમણે પાછું વળીને જોયું નથી.

પદ્મશ્રી મળવાની જાહેરાતથી સુલ્તાનસિંહના પરિવારની સાથે સાથે પૂરા વિસ્તારમાં ખુશી મનાવવામાં આવી. તેમના વિસ્તારમાંથી સુલ્તાનસિંહ પહેલી એવી વ્યક્તિ છે જેમને આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. આના પહેલા સુલ્તાનસિંહ રાજય સરકાર સિવાય વિદેશોથી પણ સન્માન મેળવી ચૂક્યા છે. પદ્મશ્રી એવોર્ડ મળવો તેમના માટે ખૂબ ગર્વની વાત ગણે છે.

READ  દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 12 હજારને પાર, ગુજરાતના આ 5 જિલ્લાને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા

નીલોખડીનું નાના ગામ બુટાનામાં એક ખેડૂત પરિવારમાં 1963માં સુલ્તાનસિંહનો જન્મ થયો હતો. તેમના પરિવારના લોકો ખેતી કરતા હતા પણ સુલ્તાનસિંહે પરિવારથી કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેથી તેમણે બી.એના અભ્યાસ દરમિયાન માછીમારી તરફ કામ કરવાનું શરૂ કર્યું હતું. તે પછી તેઓ KVFના સંપર્કમાં આવ્યા જયાં તેમને ડૉ.મારકંડે માછલી બીજ ઉત્પાદન વિશે તાલીમ આપી અને સુલ્તાન સિંહે ઉતર ભારતની પહેલી માછલીના ઈંડા સેવવાની કૃત્રિમ જગ્યાનું નિમાર્ણ કર્યું અને બીજ વેચવાનું કામ શરૂ કરી દીધું. તેના સિવાય તેમણે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ડેમ ભાડે લઈને આ કામ શરૂ કર્યું છે.

READ  ભાવનગરના સાડા રતનપર ગામે નદીમાં ડૂબી જવાથી પાંચના મોત, જુઓ VIDEO

રી-એકવા સરકયુલેશન સિસ્ટમ દ્વારા તેઓ આ કામ કરે છે. આ પધ્ધતિ દ્વારા ઓછી જમીનમાં વધારે માછલીઓનું ઉત્પાદન કરી શકાય છે. સુલ્તાનસિંહએ 1200 ગજમાં આ સિસ્ટમને લગાવી છે જયાં 50થી60 ટન માછલીઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ પધ્ધતિ દ્વારા તૈયાર થતી માછલીની માર્કેટમાં કિંમત પણ વધારે મળે છે. ત્યાં જ આ પધ્ધતિમાં 90% પાણીને રી-સાઈકલ કરવામાં આવે છે. આ પધ્ધતિને એ ખેડૂતો સહેલાઈથી અપનાવી શકે છે જેની પાસે જમીન ઓછી હોય.

સુલ્તાનસિંહે માછલી ફાર્મ પર માછલીઓની નવી જાતોને તૈયાર કરવાની સાથે-સાથે તેમના ફાર્મ પર આધુનિક મશીનો પણ લગાવ્યા છે. તેમાં માછલી પ્રોસેસિંગ યુનિટનું નિર્માણ કર્યું છે. તેમાં કાંટા વગરની માછલીઓનું ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે. તેના સિવાય કવોલિટી ટેસ્ટિંગ લેબનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

READ  લ્યો બોલો! એર ઈન્ડિયા સરકારી અધિકારીઓને જ ટિકીટ નહીં આપે, આપ્યું આ મોટું કારણ!

તેમને આ વ્યવસાયમાં જોડાયે લગભગ 35 વર્ષો થયા. દેશના બધાં જ વિસ્તારોમાં અલગ અલગ કોલેજો અને વિધાર્થીઓ સિવાય કૃષિ વૈજ્ઞાનિકો તેમના ફાર્મની મુલાકાત લઈ માછીમારીની પધ્ધતિઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી ચૂકયા છે. સુલ્તાનસિંહ અત્યાર સુધી લગભગ 20 હજાર લોકોને મફતમાં તાલીમ આપી ચૂકયા છે.

આ પહેલા સુલ્તાનસિંહને જગજીવન રામ એવોર્ડ, કવોલિટી સમિટ એવોર્ડ, બેસ્ટ ઈન્કમબેંસી એવોર્ડ, પ્રગતિશીલ કિસાન એવોર્ડ, બેસ્ટ ફિશ ફાર્મર એવોર્ડ, બેસ્ટ ઈનોવેટીવ કિસાન એવોર્ડ, કર્મ ભૂમિ સમ્માન ફાર્મર એવોર્ડ, વગેરે જેવાં ઘણા એવોર્ડથી રાજય સરકાર અને વિદેશોમાંથી સન્માન થઈ ચૂકયા છે.

[yop_poll id=911]

Oops, something went wrong.
FB Comments