લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહીં

લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. વધુમાં મતદારોને જરૂરી સગવડો પણ આપવામાં આવશે જેથી કરીને કોઈ મુશ્કેલી ઉભી ન થાય. 

મતદારોને મતદાન કરવા માટે 11 ઓળખપત્રના વિકલ્પ રહશે. મતદારો મતદાર યાદીમાં રહેલી જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1950 પર SMS તેમજ ફોન કરી શકે છે. મતદારોને મતદાન સ્લિપ 5 દિવસ પહેલા આપવામાં આવશે. મતદારોને મત કોઈ પણ પક્ષને ના આપવો હોય તો તેવા મતદારો માટે ખાસ નોટાનો અધિકાર રહેશે. ઉપરાંત આ વખતે ચૂંટણી પંચ એવી કોઈ જ વસ્તુઓનો ઉપયોગ નહીં કરે જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય.  17.4 લાખ વીવીપેટ મશીનો લગાવવામાં આવશે જેના દ્વારા મતદાતાઓ ક્યા પક્ષને મત આપ્યો અને તે યોગ્ય પક્ષને ગયો કે નહી તેની ખરાઈ કરી શકશે. ઉપરાંત મતદાન મથક પર પાણી પીવાની સુવિધા ઉભી કરવામાં આવશે.

ચૂંટણીલક્ષી કોઈ પણ ફરિયાદો દાખલ કરવા માટે એક Android એપ્લિકેશન C-VIGiL આપવામાં આવી છે. તે એપ્લિકેશન દ્વારા જે તે અધિકારી 100 મિનિટની અંદર જવાબ આપશે. આમ એક મતદાતા તરીકે આ સુવિધા આપવામાં આવશે.

READ  ભલે એર સ્ટ્રાઇકના કોંગ્રેસ નેતાઓ પુરાવા માંગી રહ્યા હોય,પરંતુ હવે ભાજપની સામે કોંગ્રેસ પણ હવે લઇ રહી છે 'એર સ્ટ્રાઇક'નો શ્રેય !

Fatal crash between Truck-Car leaves 5 dead on Limbi-Ahmedabad highway | Tv9

FB Comments