કરણ જોહરની આગામી ફિલ્મ ‘Student of the Year 2’ માં આ હોલિવુડ અભિનેતા નજરે પડી શકે

ડીરેકટર કરણ જોહરની આગામી ફિલ્મ ‘Student of the Year 2’ માં હોલીવુડ એક્ટર વિલ સ્મિથ જોવા મળી શકે છે.

આ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મમાં વિલ સ્મિથની હાજરી વિશે જ્યારે કરણ જોહરને પૂછવામાં આવ્યુ તો તેમને કહ્યુ કે સ્મિથ ફેસબુકના એક શો ‘બકેટ લિસ્ટ’ની શૂટિંગ કરવા માટે આવ્યા હતા. આ લિસ્ટ મુજબ તેમની એક ઈચ્છા હતી કે તે બોલીવુડ ગીત પર ડાન્સ કરે.

 

કરણ જોહરે ફિલ્મમાં સ્મિથના કામ કરવાને લઈને જણાવ્યું કે ફિલ્મમાં વિલ સ્મિથ હશે કે નહી તેનો જવાબ હું નહી આપુ, તે જાણવા માટે તમારે લોકોએ આ ફિલ્મ જોવા જવુ પડશે.

કરણ જોહરની ફિલ્મ ‘Student of the Year’થી બોલીવુડમાં તેમના કરિયરની શરૂઆત કરવાવાળા વરૂણ ધવન, સિધ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ ‘Student of the Year 2’ માં મહેમાન કલાકરા તરીકે નજરે પડી શકે છે. ત્યારે આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, તારા સુતારિયા અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થશે.

 

Captured on CCTV: Miscreants seen stealing silver ornaments in a temple in Amreli| TV9News

FB Comments

TV9 Webdesk 9

Read Previous

કેમ માર્ક ઝુકરબર્ગના સુરક્ષા ખર્ચ પાછળ વધારો કરવામાં આવ્યો?

Read Next

2 ભાઈઓએ બૅંકની નોકરીઓ છોડીને ખેતીને બનાવ્યો પોતાનો વ્યવસાય, મહિને કમાય છે આટલા લાખ રૂપિયા

WhatsApp પર સમાચાર