ચીન અને પાકિસ્તાન આ રીતે નજર રાખી રહ્યા છે ભારતીય વૈજ્ઞાનિકો પર

ભારત અંતરીક્ષમાં રોજ નવી નવી સફળતા મેળવવમાં લાગ્યુ છે. ત્યારે ભારતની આ સફળતાથી કેટલાક દેશોની ચિંતા વધી છે.

ગૃપ્ત એજન્સીના અહેવાલ મુજબ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) અને DRDOથી જોડાયેલ વૈજ્ઞાનિકોની જાસુસી અને તેમની ગતિવિધીઓ પર નજર રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. તેનાથી જોડાયેલા વૈજ્ઞાનિકોને પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI હનીટ્રેપ કરવાનું ષડયંત્ર કરી રહી છે.

 

સાયબર જાસુસી ઓપરેશન ચલાવી રહ્યું છે પાકિસ્તાન

એક અહેવાલ મુજબ પાકિસ્તાન અને ચીનની એજન્સીઓ ભારતીય વૈજ્ઞાનિકો અને તેમનાથી જોડાયેલી વેબસાઈટોની જાસુસી થઈ રહી છે. પાકિસ્તાન ભારતીય વૈજ્ઞાનિકોને હનીટ્રેપ માટે સાયબર જાસુસી ઓપરેશન ચલાવી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર ઘણી ફેક પ્રોફાઈલ બનાવવામાં આવી છે. જેનાથી મુખ્ય પ્રોજેકટ્સમાં લાગેલા વૈજ્ઞાનિકોને હનીટ્રેપની જાળમાં ફસાવી શકાય.

READ  ડીસાની બનાસકાંઠા APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.5100, જાણો જુદા-જુદા પાકોના ભાવ

વૈજ્ઞાનિકોના સોશિયલ મીડિયા પ્રોફાઈલ શોધી રહ્યું છે પાકિસ્તાન

પાકિસ્તાન અને ચીન ભારતની મિસાઈલ, ન્યૂક્લિયર અને સ્પેસ જેવા પ્રોગ્રામ પર ખાસ નજર રાખી રહ્યું છે. પોખરણ, શ્રીહરિકોટા અને વ્હીલર આઈલેન્ડ પર ભારતના વૈજ્ઞાનિકો તરફથી થતાં પરીક્ષણની જાસુસીના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેથી તેના દસ્તાવેજો મેળવી શકાય.

ભારતની સફળતાથી ગુસ્સામાં છે પાકિસ્તાન

થાોડા દિવસ પહેલા ભારતે એન્ટી સેટેલાઈટ પરીક્ષણ અને એમીસેટનું પરીક્ષણ કરી આખી દુનિયાને હેરાન કરી દીધા હતા. એન્ટી સેટેલાઈટ મિસાઈલનું પરીક્ષણ કરીને ભારત અમેરિકા, રૂસ અને ચીન પછી ચોથા નંબરનો દેશ બન્યો છે. જેની પાસે દુશ્મન દેશના સેટેલાઈટ અંતરીક્ષમાં ખત્મ કરવાની તાકાત આવી ગઈ છે. ત્યારે એમીસેટ દ્વારા ભારત દુશ્મન દેશના રડારની જાણકારી મેળવી શકે છે. ત્યારે હવે ચીન અને પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો છે.

READ  પેટાચૂંટણી 2019: અલ્પેશના સમર્થનમાં અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે 'હીરો તો ક્લાયમેક્સમાં જ આવે', જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments